Site icon Revoi.in

પગમાં ચાંદીની અંગુઠીઓ પહેરવાની પરંપરાઃ-જાણો શા માટે મહિલાઓ પગમાં પહેરે છે ચાંદીની જ વીંટી

Social Share

આપણે કેટલીક પરણિત મહિલાઓને પગમાં ચાંદીની વીંટી પહેરતા જોઈએ છીએ, ત્યારે આપણા મનમાં ચોક્કસ વિચાર આવે છે કે આ વીંમટી પરણિત મહિલાઓ જ શા માટે પહેરી શકે છે,આપણા દેશમાં વર્ષો વર્ષથી મહિલાઓની પગની આગંળીઓમાં ચાંદીની વીંટી પહેરવાની પરંપરા જોવા મળે છે.

જો કે આ બાબત આપણ પુરાણો અને ઘર્મ સાથે પણ જોડાયેલી જોવા મળે છે, એક મહાકાવ્ય રામાયણ મુજબ જ્યારે રાવણે રામની પત્ની સીતાનું હરણ કર્યું તેને ઉપાડી લઈ ગયો તે સમયે સીતાએ પોતાના પગની વીંટી પહેરી હતી, અને જેમ જેમ રાવમ તેને આગળ લઈજતો ગયો તેમ તેમ સીતા એક એક વીટીં રસ્તા પર ફેકતા ગયા, આ એટલા માટે કર્યું કે જેથી પતિ રામ તેની વીંટી દ્રારા જાણી શકે કે, સીતાને ક્યા લઈ જવામાં આવ્યા છે,આ ઘટનાને લઈને પ્રાચીન કાળથી જ દરેક મહિલાઓને પગમાં વીંટી પહેરવાનું પસંદ છે.ભગવાન રામની સીતાને જોઈને મહિલાઓ પગમાં વીંટી પહેરવા પ્રેરીત થઈ છે.

રામાયણ યુગથી પોતાના પગમાં ચાંદીની વીંટીઓ પહેરવાની પરંપરા શરૂ થઈ. દરેક પરણિત સ્ત્રીએ પગની બીજી આંગળીમાં ચાંદીની વીંટી પહેરતી જોવા મળે છે અને તે ઘાર્મિક રીતે શુભ પણ ગણવામાં આવે છે.આ સાથે જ મુસ્લિમ ઘર્મની મહિલાઓ પણ પરણ્યા બાગદ પગમાં વીંટી પહેરતી જોવા મળે છે,

શા માટે ચાંદીની વીટીં જ પગમાં પહેરવામાં આવે છે

એક સવાલ એ પણ થાય છે સ્ત્રીઓ શા માટે ચાંદીની જ વીટીંને પગમાં પહેરે છે સોનાની કેમ નહી,તો તમને જણાવી દઈએ કે ચાંદીને ખૂબ શુભ માનવામાં આવે છે. હિંદુ ધર્મની પરંપરા પ્રમાણે સોનું દેવી લક્ષ્મીનું રૂપ ગણાય છે. હિંદુઓને કમરથી નીચે સોનું પહેરવાની મનાઈ છે,જેથી શરીરના આ ભાગોમાં ચાંદીની વસ્તુઓ પહેરવામાં આવે છે.જો કે ધાર્મિક વાતથી લઈને હવે મહિલાઓ શોખ માટે પણ પગમાં વીંટી પહેરતી થઈ છે.

વીંટી પહેરવા પાછળની કેટલીક માન્યતાઓ જાણો

આયુર્વેદ પ્રમાણેની માન્યતા મુજબ સ્ત્રીઓની પગની બીજી આંગળીની નસો ગર્ભાશય સાથે સંકાળેલ હોય છે. જો સ્ત્રી એ આંગળીમાં વીંટી પહેરે તો તેનાથી તેનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે અને અનેક રોગોમાંથી તે બચી શકે છે

અનેક લોકોના જણાવ્યા પ્રમાણેની માન્યતા મુજબ પગની બીજી આંગળીનું કનેક્શન ગર્ભાશય સાથે હોવાથી ચાંદીની વીંટી પહેરવાથી ગર્ભાશય સાથે જોડાયેલી તમામ સમસ્યાઓમાં રાહત મળે છે.

આ ઉપરાંત વીંટી પહેરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે જેને કારણે વ્યક્તિનું મગજ પણ શાંત રહે છે. આ કારણે સ્ત્રીનું શરીર ફળદ્રપ બને છે.

Exit mobile version