Site icon Revoi.in

મુંબઈના ધોળા બંદર નજીક નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ, વિદેશ જતાં ગુજરાતી પરિવારો ફસાયા

Social Share

મુંબઈ: દેશમાં વાહનોની વધતી જતી સંખ્યાને કારણે હવે તો નેશનલ હાઈવે પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ટ્રાફિકથી 24 કલાક વ્યસ્ત ગણાતા  નેશલન હાઈવે 48 પર મુંબઈના ઘોળબંદર પાસે ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ટ્રાફિક જામ રાતના બે વાગ્યાથી થયો હતો. જેમાં અનેક લોકો ફસાયા હતા. કેટલાક એવા પ્રવાસીએ હતા જે વાહનોમાં મુંબઈ એરપોર્ટ પહોંચીને ત્યાથી વિદેશ જવાના હતા. એટલે ફ્લાઈટ ચુકી જવાની નોબત આવતા આવા પ્રવાસીઓ વધુ મુશ્કેલીમાં મુકાયા હતા.

મુંબઈના ઘોળબંદરથી 25 કિલોમીટર પહેલા આ ટ્રાફિક જામ થયો છે. ગોળબંદરથી એરપોર્ટ વચ્ચે 25થી 30 કિમીનું અંતર છે. જેમાં અનેક લોકો વિદેશ જવા માટે એરપોર્ટ સુધી પહોંચી શક્યા નહોતા.  મુંબઈથી આવતા વાહનો અને ગુજરાતથી મુંબઈ તરફ જતાં વાહનો અટવાઈ ગયા હતા. સુરત તરફથી મુંબઈ પહોંચીને વિદેશ જઈ રહેલા  વિદ્યાર્થીઓની કાર પણ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. ઘણા પ્રવાસીઓ ટ્રાફિકજામને કારણે ફલાઈસ પણ ચુકી ગયા હતા. સુરત, ભરૂચ અને બરોડાથી કેનેડા જવા નીકળેલા વિદ્યાર્થીઓ રસ્તામાં ફસાયા  હતા., કોઈ પણ ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં સમય કરતા ત્રણ કલાક પહેલા એરપોર્ટમાં એન્ટ્રી લેવાની હોય છે. જો કે, હાઈવે પર ટ્રાફિક એટલો ભયંકર થતાં આ વિદ્યાર્થીઓ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈના ધોળા બંદર પાસે ટ્રાફિક જામની જાણ થતાં જ હાઈવે પોલીસ તેમજ ટ્રાફિક પોલીસ ત્વરિત પહોંચી ગઈ હતી. અને ટ્રાફિકને ક્લીયર કરાવવા જહેમત ઊઠાવી હતી. જે કે કેટલાક કારચાલકોએ પોતાની કારમાં વિદેશ જનારા પ્રવાસીઓ હોવાનું કહેતા અને તાત્કાલિક એરપોર્ટ વ્યવસ્થા કરવાની વિનંતી કરતા પોલીસે કેટલાક વાહનોને રોંગ સાઈડમાં લઈ જઈને પાયલોટિંગ આપીને વ્યવસ્થા કરી આપી હતી.