Site icon Revoi.in

રાજકોટ-મોરબી હાઈવે પર બેડી ચોકડીથી 4 કિ.મી સુધી સર્જાયો ટ્રાફિકજામ, વાહનચાલકો પરેશાન

Social Share

રાજકોટઃ ગુજરાતમાં વસતી સાથે વાહનોની સંખ્યામાં વધારો થતાં હવે એવી સ્થિતિ સર્જાય રહી છે. કે, માત્ર શહેરી વિસ્તારોમાં જ નહીં પણ હાઈવે પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દરેક વાહનચાલકોને ગંતવ્ય સ્થળે પહોંચવાની ઉતાવળ હોય છે. ત્યારે રોડ પર કોઈ અકસ્માત સર્જાયો હોય કે હાઈવેની મરામતનું કામ ચાલતું હાય ત્યારે ધીરજ રાખવાને બદલે કેટલાક વાહનચાલકો પોતાની લેન છોડીને અન્ય લેનમાં ઘૂંસી જતા કે રોંગ સાઈડમાં વાહનો હંકારતા હોવાથી  ટ્રાફિકજામ સર્જાતો હોય છે. રાજકોટ મોરબી હાઈવે પર 4 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. અને સતત ત્રણ કલાક સુધી ટ્રાફિકજામ રહ્યા બાદ ટ્રાફિકને ક્લીયર કરી શકાયો હતો.

રાજકોટ-મોરબી રોડ પર બેડી ચોક નજીક 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો. આ ટ્રાફિકજામથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. પોતાના કામ પર જતા લોકો  ત્રણ કલાક સુધી આ ટ્રાફિકજામમાં ફસાયા હતા. વહેલી સવારના 7 વાગ્યાથી અહીંયાં ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે લોકોને રાજકોટથી અમદાવાદ તેમજ મોરબી જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાઈવેના મરામતની કામગીરીના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. રાજકોટથી અમદાવાદ અને મોરબી જતા વાહનચાલકોને  સવારના 7 વાગ્યથી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિકજામ 4 કિલોમીટર સુધી જોવા મળ્યો હતો. રસ્તા પર વાહનચાલકો રોંગ સાઈડમાં પણ આવી ગયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ-મોરબી હાઈવે પર બેડી ચોકડીથી અમદાવાદ તરફ જતા રસ્તાને હાઈવે સાથે જોડતા માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. જેને રિપેર કરવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆત બાદ ગત જાન્યુઆરી મહિનામાં રૂડા દ્વારા આ રસ્તાનું રિપેરિંગ માટે કામગીરી કરવા મંજૂરી આપ્યા બાદ રિપેરિંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેને લઈ રાજકોટના માધાપર ચોકથી બેડી ચોક તરફ જતા રસ્તા પર ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હતી.