Site icon Revoi.in

TRAIની રજત જયંતીઃ 5G ટેસ્ટ બેડ પણ લોન્ચ કરશે

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ની રજત જયંતીની ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે. વડાપ્રધાન આ પ્રસંગની યાદમાં પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડશે.

આ કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન મોદી IIT મદ્રાસની આગેવાની હેઠળની કુલ આઠ સંસ્થાઓ દ્વારા મલ્ટી ઇન્સ્ટિટ્યૂટ સહયોગી પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવેલ 5G ટેસ્ટ બેડ પણ લોન્ચ કરશે. પ્રોજેક્ટમાં ભાગ લેનાર અન્ય સંસ્થાઓમાં IIT દિલ્હી, IIT હૈદરાબાદ, IIT બોમ્બે, IIT કાનપુર, IISc બેંગ્લોર, સોસાયટી ફોર એપ્લાઇડ માઇક્રોવેવ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ (SAMEER) અને સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન વાયરલેસ ટેકનોલોજી (CEWiT)નો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ રૂ.  220 કરોડ કરતાં વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. ટેસ્ટ બેડ ભારતીય ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ માટે સહાયક ઇકોસિસ્ટમને સક્ષમ કરશે જે તેમને 5G અને નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીમાં તેમના ઉત્પાદનો, પ્રોટોટાઇપ, સોલ્યુશન્સ અને અલ્ગોરિધમ્સને માન્ય કરવામાં મદદ કરશે.

TRAIની સ્થાપના 1997માં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એક્ટ, 1997 દ્વારા કરવામાં આવી હતી.