Site icon Revoi.in

1લી ફેબ્રુઆરીથી મુંબઈ લોકલ ટ્રેનમાં કરી શકાશે યાત્રા – પીયૂષ ગોયલે સુરક્ષિત યાત્રા માટે અપીલ કરી

Social Share

દિલ્હીઃ-કોરોના વાયરસના સંક્રણને અટકાવવા  માટે લોકડાઉન દરમિયાન બંધ કરાયેલ મુંબઇ લોકલ ટ્રેન સેવા આખરે નવ મહિનાની રાહ જોયા બાદ શરુ કરવામાં આવશે,રેલવે પ્રધાન પિયુષ ગોયલે મહારાષ્ટ્ર સરકારની વિનંતી સ્વીકારી છે અને સામાન્ય લોકોને નિર્ધારિત સમય દરમિયાન મુંબઈની લાઈફલાઈન નામની લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ આપી છે.

મહારાષ્ટ્ર સરકારે પત્રમાં લખ્યું હતું કે, સામાન્ય લોકોને આવા સમયે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ મળવી જોઈએ, જેથી લોકલમાં ભીડ ન થાય. મુંબઇ લોકલમાં સામાન્ય લોકોને હવે વહેલી સવાર 7, વાગ્યાથી બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધી અને રાત્રે 9 વાગ્યાથી છેલ્લી લોકલ સેવામાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવી છે.

રેલવે મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારની સૂચના મુજબ રેલ્વે સ્ટેશન અને લોકલ ટ્રેનોમાં કોઈ ભીડભાડ ન થવી જોઇએ. જેખી કરીને સવારે 7 થી બપોરે 12 અને સાંજે 4 થી 9 દરમિયાન, સામાન્ય લોકોને લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ રહેશે નહીં.

રેલ્વે મંત્રીએ લોકોને સુરક્ષિત યાત્રા માટે કરી અપીલ

મુંબઇ લોકલમાં મુસાફરી દરમિયાન રેલ્વે અને રાજ્ય સરકાર દ્વારા કોરોના બચાવ સંબંધિત નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. રેલ્વે મંત્રીએ વિનંતી કરી છે કે, “હું તમને બધાને આગ્રહ કરું છું કે મુસાફરી દરમિયાન કોરોના સંબંધિત તમામ  નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન કરો.” કોઈપણ પ્રકારની બેદરકારી આપણા અને અન્ય લોકો માટે સમસ્યા બની શકે છે, જો તમે સ્વયં સુરક્ષિત છો, તો તમારી સાથે મુસાફરી કરનારા બધા સુરક્ષિત રહેશે. ”

સાહિન-