Site icon Revoi.in

દૂધમાં ભેળસેળ છે કે નહીં, તેને જાણવા માટેની આ રહી સરળ રીત

Social Share

મોટાભાગના લોકો કહે છે કે દૂધથી બનાવવામાં આવેલી પ્રોડક્ટ્સમાં વધારે પડતી ભેળસેળ થતી હોય છે, આ કારણોસર લોકો ક્યારેક તેની તપાસ પણ કરતા નથી અને સીધા તેને ખરીદવાનું જ બંધ કરી દે છે. તે વાત સાચી છે કે ક્યારેક લોકો ખાદ્ય વસ્તુઓ સાથે ચેડા કરતા હોય છે અને તેની ક્વોલિટીને બગાડતા હોય છે જેના કારણે તે સ્વાદમાં તો સારી લાગે છે સાથે સસ્તી પણ મળે છે પરંતુ તેનાથી સ્વાસ્થ્ય પણ જોખમાય છે.

વાત એવી છે કે દૂધમાં પાણી છે કે નહીં તેને ઓળખવા માટે ખુબ સરળ રીત છે જેને તમામ લોકોએ જાણવી જોઈએ. દૂધમાં પાણી ભળવું એ સામાન્ય છે. દૂધમાં પાણી નાખવામાં આવ્યું છે કે નહીં તે ચકાસવા માટે ઢાળ પર દૂધનું એક ટીપું નાખો. જો દૂધ શુદ્ધ હોય, તો દૂધનું ટીપું એક સફેદ રેખા છોડીને ધીમે ધીમે આગળ વધશે.

દૂધમાં મળતા ડિટર્જન્ટ પાવડરને ઓળખવા માટેની પણ એક રીત છે, એ છે કે પાંચથી દસ મિલીલીટર દૂધમાં સમાન માત્રામાં પાણી ભેળવીને, તપાસ કરો કે દૂધમાં ડીટરજન્ટ મિશ્રિત છે કે નહીં. મિશ્રણને સારી રીતે હલાવો. જો આ મિશ્રણમાં ફીણ દેખાય છે, તો તેનો અર્થ એ કે દૂધમાં વોશિંગ પાવડર અથવા ડિટર્જન્ટ ઉમેરવામાં આવ્યું છે.

કૃત્રિમ દૂધને ઓળખવું પણ જરૂરી છે. કૃત્રિમ દૂધ કડવો સ્વાદ ધરાવે છે. ઉપરાંત, જો તમે તમારી આંગળી પર કૃત્રિમ દૂધનું એક ટીપું લો છો, તો તે સાબુની જેમ સુગંધિત થાય છે અને ગરમ થવા પર દૂધ પીળું થઈ જાય છે. યૂરિયસ સ્ટ્રીપની મદદથી તપાસ કરી શકાય છે કે આ દૂધમાં કૃત્રિમ પ્રોટીન છે કે નહીં. આ સ્ટ્રીપ સાથે આવતી રંગની યાદી જણાવે છે કે દૂધમાં ભેળસેળ છે કે નહીં.