Site icon Revoi.in

TRP List BARC:’યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ લગાવી છલાંગ અને ‘અનુપમા’નું નંબર 1 ટાઇટલ જોખમમાં, જાણો અન્ય શો ની હાલત

Social Share

 મુંબઈ:ટેલિવિઝન શોની સફળતા BARC રેટિંગ દ્વારા નક્કી કરવામાં આવે છે, જે આપણને ખ્યાલ આપે છે કે કઈ ચેનલો અને શો ચાર્ટમાં ટોચ પર છે.હવે જ્યારે વર્ષનું પહેલું અઠવાડિયું પૂરું થઈ ગયું છે, ત્યારે વર્ષ 2022ના છેલ્લા સપ્તાહ એટલે કે 52મા સપ્તાહની રેટિંગ આખરે બહાર થઈ ગઈ છે અને તેમાં કેટલાક રસપ્રદ ફેરફારો થયા છે.આ અઠવાડિયે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ લાંબા સમય પછી ટીઆરપી રેટિંગમાં ઉછાળો જોવા મળી રહી છે.હવે એવું લાગે છે કે વર્ષ 2023માં પહેલા અઠવાડિયાથી જ TRP લિસ્ટમાં ટોપ 5ની યાદીમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

હવે ટૂંક સમયમાં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં લીપ આવવા જઈ રહી છે.જેના કારણે ‘અનુપમા’ અને ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ખતરામાં આવી શકે છે.આ અઠવાડિયાની વાત કરીએ તો, ‘કુમકુમ ભાગ્ય’ અને ‘કુંડલી ભાગ્ય’એ પણ ટોપ 10 શોની યાદીમાં ફરી એન્ટ્રી કરી છે.જેના કારણે ‘યે હૈ ચાહતેં’ અને ‘નાગિન 6’ના રેટિંગમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

જ્યાં સુધી રિયાલિટી શોની વાત છે, ‘બિગ બોસ 16’ એ ટીઆરપી રેટિંગમાં જોરદાર ઉછાળો જોયો છે જ્યારે ‘ઈન્ડિયન આઈડલ સિઝન 13’માં ઘટાડો જોવા મળ્યો છે.’અનુપમા’ આ યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’, ‘ઈમલી’ અને ‘ફાલતુ’ છે.અહીં જુઓ ટોચના 20 શોનું રેટિંગ..

 

 

Exit mobile version