Site icon Revoi.in

શિયાળામાં તમારા લૂકને આકર્ષક બનાવશે લિપ્સ્ટિકના આ કલર શેડ્સ, તમે પણ કરો ટ્રાય

Social Share

 

લિપ્સ્ટિક દરેક સ્ત્રીઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે , જો તમે પણ સુંદર અને આકર્ષક દેખાવા માંગો છો તો લિપ્સ્ટિકના સરસ મજાના શષેડ્સની પસંગદી કરો જેથી તમારો લૂક સ્ટાઈલિશ શાનદાર લાગશે.ખાસ કરીને લિસ્પ્ટિકને જો વધુ આકર્ષક બનાવી હોય તો પહેલા લીપ લાઈનર કરવાનું ચોક્કસ રાખો. તો ચાલો જોઈએ કયા શેડ્યથી તમારો લૂક હટકે દેખઆશે.

ચોકલેટ શેડ – શિયાળામાં ચોકલેટ લિપ શેડ્સ ખૂબ જ ટ્રેન્ડમાં હોય છે. તમે પણ આ સિઝનમાં ચોકલેટ લિપ શેડ પસંદ છે, તો આવા લિપ શેડ પસંદ કરો જે હાઇડ્રેટિંગ ફિનિશ ટેક્સચરનો હોય. ચોકલેટ લિપ શેડમાં તમને ઘણા પ્રકારના શેડ્સ જોવા મળશે. ઉદાહરણ તરીકે, તમે પ્રકાશ, ઘેરા અને ચળકતા લિપસ્ટિક શેડ્સ અજમાવી શકો છો.

રેડ શેડ્સ – લાલ શેડની લિપસ્ટિક ગોરા રંગના લોકો પર વધારે શૂટ થાય છે. પરંતુ જો તમે શિયાળા માટે લીપ્સને રેડ રાખવા માંગો છો તો આ બેસ્ટ ઓપ્શન છે. તમે ચેરી રેડ ચોક્કસપણે ટ્રાય કરજો છો. તે તમામ પ્રકારના ડ્રેસ સાથે જાય છે અને તમે તેને કોઈપણ પ્રસંગે અજમાવી શકો છો. ખાસ કરીને તમે લગ્ન પ્રસંગોમાં આ શેડ્સ યૂઝ કરી શકો છો.

ઓરેન્જ શેડ્સ – નારંગી હોઠનો રંગ તમારા દેખાવને ખૂબ જ અલગ બનાવશે. તમે તમારી સ્કિન ટોન પ્રમાણે ઓરેન્જ શેડ પસંદ કરી શકો છો. જો તમારી પાસે ઘણી બધી લાલ લિપસ્ટિક છે, તો તમે નારંગીના એક અથવા બે શેડ્સ પણ લઈ શકો છો અને તેને અજમાવી શકો છો.

Exit mobile version