Site icon Revoi.in

ચોમાસામાં ભજીયા સિવાય આ વસ્તુઓને કરો ટ્રાય,સ્વાદમાં પણ છે ગજબ

Social Share

ચોમાસામાં લોકોને સૌથી વધારે જો કોઈ વસ્તુ ખાવાનું મન થતુ હોય તો તે છે દાળવડા, અને ભજીયા, પણ આ ઉપરાંત પણ કેટલીક વસ્તુ એવી છે કે જો તમે તેનો સ્વાદ ચોમાસામાં ટ્રાય કરશો તો તેને ભૂલી શકાશે નહી.

વાત છે મકાઈ ચાટની, આ ચોમાસામાં સૌથી વધુ ખવાતી ડિશ છે. વરસાદ પડતા જ લોકો આ ડિશ ખાવા બહાર જરુરથી નીકળે છે. આ ચાટ ડિશ તમે ઘરે પણ બનાવી શકો છો. મકાઈના દાણાને થોડુ શેકો તેના પર માખણ અને મસાલા નાંખો. આ ઉપરાંત બટેટા ચાટની વાત કરીએ તો તે પણ એટલી સ્વાદિષ્ટ છે કે લોકો તેનો સ્વાદ લેવા ચાટની દુકાનોમાં જાય છે. બટેટા ચાટ ઘણી રીતે તૈયાર કરી શકાય છે. બટાકાના પોષક તત્વોને કારણે તે સ્વાસ્થ્યને વધુ નુકસાન પહોંચાડતું નથી. બટાકાને બાફીને ડીપ ફ્રાય કરો અને પછી લીલી ચટણી અને મસાલો ઉમેરીને તેની ચાટ તૈયાર કરો.

કાળા ચણાની ચાટ આજે પણ ભારતમાં ઘણા વિસ્તારોમાં લોકો રાત્રે પલાળીને સવારે ચાવે છે. પલાળેલા કાળા ચણાને સ્ટોર કરી શકો છો અને વરસાદમાં તેની ચાટ મસાલા, ડુંગળી, ટામેટાં અને લીલા મરચાં સાથે તૈયાર કરી શકો છો. આરોગ્ય માટે શ્રેષ્ઠ કાળા ચણાને ઉકાળીને વધુ સ્વાદિષ્ટ ચાટ બનાવી શકાય છે.

ચોમાસામાં વરસાદ પડે એટલે સૌથી પહેલા લોકોને ભજીયા ખાવાનું મન થાય. પણ ચોમાસાની આ ઋતુમાં ડાયટનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ. આ ઋતુમાં હેલ્ધી ફૂડનો તમારી ડાયટમાં સમાવેશ કરવો જોઈએ.