Site icon Revoi.in

 ‘ખતરો કે ખિલાડી સિઝન 11’ ના વિનર બન્યા ટીવી એક્ટર અર્જુન બિજલાની – દિવ્યંકા ત્રિપાઠી ફર્સ્ટ રનરઅપ રહી

Social Share

 

ખતરો કે ખિલાડી સિઝન 11 નો ફાઈનલી અંત આવી ગયો છે, દેશભરમાં આ રિયાલીટી શોના ઘણા ચાહકો છે ,ખતરોં કે ખિલાડી 11, જેનો પ્રીમિયર 17 જુલાઈએ થયો હતો, રવિવારે રાત્રે તે હવે સમાપ્ત થયો છે. કલર્સ ટીવીના એડવેન્ચર રિયાલિટી શો ખતરોં કે ખિલાડી સીઝન 11 ને પોતાનો વિજેતા મળી ચૂક્યો છે. અર્જુન બિજલાનીએ તેની પ્રતિસ્પર્ધી દિવ્યાંકા ત્રિપાઠી અને વિશાલ આદિત્ય સિંહને હરાવીને ખતરોં કે ખિલાડી 11ના વિનર બન્યા છે.

આ શોમાં શરુાતથી ઢાસુ ઈમેજમાં જોવા મળતી દિવ્યાંકા ત્રિપાઠી ફર્સ્ટ રનર અપ રહી હતી. સ્ટંટ આધારિત રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી’ની સીઝન 11 ના પરિણામો આવ્યા પછી, ચાહકો થોડા આશ્ચર્યચકિત છે અનેક લોકોને આશા હતી કે આ  શો દિવ્યંકા જીતશે , કારણ કે શરુઆતથી જ તે દરેક પડકાર ઝિલતી જોવા મળી હતી, જો કે અર્જુન પણ સારી રીતે રમી રહ્યો હતો, ત્યારે હવે અર્જુન બિજલાનીએ ખતરોં કે ખિલાડી 11 ટ્રોફી જીતી છે અને દિવ્યાંકા ત્રિપાઠી જીતથી માત્ર એક ડગલું પાછળ હતી.

શોના હોસ્ટ રોહિત શેટ્ટીએ પણ અર્જુન બિજલાનીની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે અર્જુન હંમેશા શાંતિથી પોતાનું કાર્ય પૂર્ણ કરે છે, તે જીત્યા પછી ન તો ગભરાટ ઉભો કરે છે અને ન ઢોંગ કરે છે.

ઉલ્લેખનીય છે કે અર્જુન બિજલાની મિલે હમ તુમ અને નાગિન જેવી ટીવી સિરિયલો માટે જાણીતા છે. આ સાથે જ અર્જુને ઘણા રિયાલીટી શઓ પણ હોસ્ટ કર્યા છે, એન્કર તરીકે પણ મનોરંજન જગતમાં તેમણે મોટી સફળતા મેળવી છે.અર્જુન બિજલાનીએ ‘ખતરોં કે ખિલાડી 11’ ની સમગ્ર સીઝન દરમિયાન મોટાભાગે તો સારું પ્રદર્શન  જ કર્યું હતું. અંતિમ દિવસે અર્જુન બિલજલાનીનો સામનો દિવ્યાંકા ત્રિપાઠી અને વિશાલ આદિત્ય સિંહ સામે હતો. અર્જુન બિજલાનીને વિજેતા બનવા માટે ટ્રોફી સાથે 20 લાખ રૂપિયા અને એક કાર આપવામાં આવી છે

Exit mobile version