Site icon Revoi.in

ફ્રાંસથી ભારત આવી પહોંચ્યા બે ‘મિરાઝ-2000 લડાકૂ વિમાન ‘- બાલાકોટ એરસ્ટ્રાઈકમાં રહી હતી મહત્વની ભૂમિકા

Social Share

 

દિલ્હીઃ- જ્યારે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી ત્યારે મિરાઝ લડાકૂનો ઉપયોગ કરી પાકિસ્તાનના આતંકીઓના દરેક ઠેકાણાઓને નાશ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે પૂર્વી લદ્દાખમાં ચીન સાથેના તણાવ વચ્ચે ભારતીય વાયુસેના તેના કાફલામાં બે મિરાજ-2000 ફાઈટર જેટનો સમાવેશ કરશે.

મળતી માહિતી પ્રમાણે ફ્રાન્સના બે સેકન્ડ હેન્ડ મિરાજ 2000 ફાઈટર એરક્રાફ્ટ ફ્રાન્સથી તેમના ગ્વાલિયર એરબેઝ પર આવી પહોંચ્યા છે. ભારત પહોંચેલા આ બંને વિમાનો આ પહેલા ફ્રેન્ચ ફાઈટર જેટ્સના કાફલામાં સામેલ થયા હતા. ફ્રાન્સથી ભારતમાં આવેલા બંને મિરાજ એરક્રાફ્ટ ટ્રેનર વર્ઝન છે.

જો સૂત્રોનું માનીએ તો, ભારતમાં પહોંચેલા આ બંને એરક્રાફ્ટને હવે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં ચાલી રહેલા મિરાજ અપગ્રેડ પ્રોગ્રામ હેઠળ નવા ધોરણો પર અપગ્રેડ કરવામાં આવશે. આમાં જૂની ટેક્નોલોજીને બદલે નવી ટેક્નોલોજી સ્થાપિત કરાશે.

ઉલ્લેખનીય છે કે  ભારત પાસે લગભગ 51 મિરાજ એરક્રાફ્ટ હાલમાં છે, જેમાં ત્રણ સ્ક્વોડ્રન બનાવવામાં આવ્યા છે અને તમામ ગ્વાલિયર વાસુ વાયુસેના સ્ટેશન પર તૈનાત છે. ભારત ફ્રાંસની મદદથી આ વિમાનોને અપગ્રેડ કરી રહ્યું છે, પરંતુ વચ્ચે કેટલાક પ્લેન ક્રેશ થવાને કારણે અપગ્રેડમાં ઉપયોગમાં લેવાતી કેટલીક કિટ રહી ગઈ હતી, જે આ બંને પ્લેનમાં ફીટ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેના પાસે પહેલાથી જ મિરાજ લડવૈયાઓનો કાફલો છે. ભારતે 26 ફેબ્રુઆરી 2019ના રોજ બાલાકોટ સ્ટ્રાઈક કરી હતી, ત્યારે 12 મિરાજ 2000 જેટ નિયંત્રણ રેખા પાર કરીને પાકિસ્તાનમાં ઘૂસી ગયા હતા અને જૈશ-એ-મોહમ્મદ દ્વારા ચલાવવામાં આવી રહેલા આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા.