Site icon Revoi.in

રાજયમાં કોરોનાના કહેર વચ્ચે વાયરસના નવા બે વેરિએન્ટની પૃષ્ટી થઈ

Social Share

 

અમદાવાદ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, રોજેરોજ આવતા કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે હવે કોરોના વાયરસના નવા વેરિએન્ટે પણ દેશવાસીઓને અને સરકારની ચિંતામાં વધારો કર્યો છે.કોરોના જાણે હવે દેશમાં ઘર કરી ગયો છે.તો બીજી તરફ કોરોનાના નવા વેરિયન્ટે નિષ્ણાંતોને વિચાર કરવા પર મજબૂર કર્યાં છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે કોરોનાના ખૂબ જ  ગંભીર ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ માંથી મ્યુટેટ થયેલા ઓમિક્રોન વેરિએન્ટ તબાહી મચાવી રહ્યો છેસ રાજધાનીમાં પણ ઓમિક્રોનના સતત કેસ નોંધાઈ રહ્યા છે,ત્યારે હવે ગુજરાતમાં પણ આ વેરિએન્ટને લઈને ચિંતા વધી છે.

ઓમિક્રોનના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિયન્ટની પણ ગુજરાતમાં પણ હવે એન્ટ્રી થઈ ચૂકી છે. ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં છેલ્લા 23 દિવસમાં કુલ 119 સેમ્પલના જીનોમ્સની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ 54 ઓમિક્રોનના કેસની પૃષ્ટિ કરાઈ હતી જોજ્યારે 95 કેસમાં ઓમિક્રોન સહિત તેના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિયન્ટ મળી આવ્યા હતી,ઓમિક્રોન સબ લિનિયેજ વેરિયન્ટ BA.2ના 38  અને પેરન્ટ લિનિયેજ વેરિયન્ટના ત્રણ કેસ સામે આવ્યા હતા જેથી હવે રાજ્યમાં પણ નવા વેરિએન્ટે દસ્તક આપી દીધી છે એમ કહી શકાય.

Exit mobile version