Site icon Revoi.in

આસામમાંથી અલકાયદા સાથે સંકળાયેલા બે શંકાસ્પદ આતંકીઓની પોલીસે કરી ધરપકડ

Social Share

દિસપુરઃ- દેશમાં છેલ્લા ઘણા સમયથી આતંકીઓની પેની નજર મંડળાઈ રહી છે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો ભારતની શાંતિને ભંગ કરવાના સતત પ્રયત્નો કરતા રહે છે જો કે ભારતની સેના પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સાથે મળીને આતંકીઓના નાપાક મનસુબાઓને નાકામ બનાવવામાં સફળ સાબિત થઈ રહી છે એજ શ્રેણીમાં આજે આસામ પોલીસે અલકાયદા સાથે સંકળાયેલા બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી હોવાનાન સમતારા પ્રાપ્ત થઈ રહ્યા છે.

જાણકારી પ્રમાણે પોલીસે ગોલપારા જિલ્લામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે આ આતંકવાદીઓ પાસેથી જેહાદ સંબંધિત સામગ્રી પણ જપ્ત કરી છે. આતંકીઓ ભારતીય ઉપમહાદ્વીપની ટીમ અલ-કાયદા અને અંસારુલ્લા બાંગ્લા ટીમ સાથે સંકળાયેલા છે. આ બંનેની શનિવારે એટલે કે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.ઘરમાં તલાશી દરમિયાન મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને આઈડી કાર્ડ તેમજ અલ કાયદા, જેહાદી સામગ્રી, પોસ્ટર સહિતની ઘણી બધી વાંધાજનક સામગ્રી પણ પોલીસે પોતાના કબ્જામાં લઈ લીધી છે.

આ બાબતે પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ શંકાસ્પદ આતંકવાદીઓ દેશના અનેક રાજ્યોની મુલાકાત લઈ ચૂક્યા છે અને ઘણી બેઠકોમાં પણ ભાગ લીધો છે.

પોલીસ અધિકારીઓ પાસેથી જાણકારી મળતા પ્રમાણે આ બંને આતંકવાદીઓની ઓળખ અબ્દુસ સુભાન અને જલાલુદ્દીન શેખ તરીકે થઈ છે. જ્યારે અબ્દુસ સુભાન ટીનકુનિયા શાંતિપુર મસ્જિદના ઇમામ છે, જ્યારે જલાલુદ્દીન શેખ આસામના તે જ જિલ્લામાં ટીલાપરા નટુન મસ્જિદના ઇમામ છે. 

આ બન્ને આતંકીઓ પર બાંગ્લાદેશના જેહાદી આતંકવાદીઓને લોજિસ્ટિક સપોર્ટ તેમજ તેમના માટે રહેવાની જગ્યા આપી હોવાનો આરોપ  છે. આ ઉપરાંત આ લોકોએ ગોલપરામાં સ્લીપર સેલની ભરતી કરવા માટે અલકાયદાના સભ્યો હોવાની વાતનો પણ સ્વિકાર કર્યો છે.

 

Exit mobile version