Site icon Revoi.in

હાર્દિક પંડ્યા પાસેથી મુંબઈ એરપોર્ટ પર 5 કરોડની બે વોચ મળી આવીઃ બિલ ન હોવાથી કસ્ટમ વિભાગે કરી ઝપ્ત 

Social Share

 

દિલ્હીઃ-  યુએઈ માં ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ત્યાર બાદ દુબઈથી મુંબઈ પરત ફરેલા હાર્દિક પંડ્યાની મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે તપાસ કરતાં તેની પાસેથી 5 કરોડની કિંમતની બે કિંમતી ઘડિયાળ મળી આવી હતી. કસ્ટમ વિભાગે આ અંગે એક નિવેદન પણ જારી કર્યું  છે.

મળતી માહિતી પ્રમાણે ક્રિકેટર હાર્દિક પંડ્યા રવિવારની રાત્રે દુબઈથી પરત આવ્યો ત્યારે તેની પાસેથી 5 કરોડ રૂપિયાની બે ઘડિયાળો મળી આવી હતી. ક્રિકેટ પાસે આ ઘડિયાળોનું બિલ મળ્યું ન હતું . આ ઘડિયાળો કસ્ટમ વિભાગે પોતાના કબજે કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે હાર્દિકને ઘડિયાળ પહેરવાનો ખૂબ જ શોખ છે, તેથી તેની પાસે ઘડિયાળોનું ઘણું કલેક્શન છે.પરંતુ બીલ વગરની ઘડીયાળ મળી આવી હોવાથી કસ્ટમ વિભાગે તેને ઝપ્ત કરવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ જ્યારે તેણે પોતાની નવી ઘડિયાળનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો ત્યારે તેની ઘડિયાળની કિંમત જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કોઈપણ રીતે, સેલેબ્સ તેમના શોખ પહેલા કિંમત પર ક્યાં ધ્યાન આપે છે? 13 ઓગસ્ટે તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટો શેર કર્યા હતા. જેમાંથી એક આ કિંમતી ઘડિયાળનો ફોટો પણ હતો. આ પછી, યુઝર્સે આ ઘડિયાળની કિંમત વિશે ઘણી કોમેન્ટ્સ પમ કરી હતી.

Exit mobile version