Site icon Revoi.in

UAE એ વિઝાના નિયમો સરળ કર્યા – સ્પોન્સર વિના પ્રવેશ મળશે, પ્રવાસીને રોકાવાની મર્યાદા હવે 60 દિવસની કરાઈ

Social Share

 

દિલ્હીઃ- યુએઈ એવો દેશ કે જ્યાં વુશ્વભરમાંથી લોકો પૈસા કમાવાના હેતુંથી આવતા હોય છે ખાસ કરીને વ્યવસાય અર્થે આવતા લોકો માટે હવે યુએઈએ વિઝાના નુયમોને થોડા સરળ બનાવ્યા છએ જે હેઠળ હવે યુએઈમાં કામ કરતા લોકો માટે દેશમાં પ્રવેશ અને નિવાસ માટે નવી યોજનાબનાવામાં આવી છે. 

યુએઈના આ નિર્ણયથી ભારતીયોને આનો ફાયદો થશે, કારણ કે આ અંતર્ગત 10 પ્રકારના એન્ટ્રી વિઝા આપવામાં આવશે, જે મેળવવામાં ખૂબ જ સરળતા રહેશે. નવા વિઝા માટે કોઈ હોસ્ટ કે સ્પોન્સરની જરૂર પડશે નહીં. આ સાથે તેમના પ્રવેશ પર કોઈ પણ પ્રકારની મર્યાદા રહેશે નહીં. પ્રવાસીઓ તરીકે, હવે દેશમાં 60 દિવસ રહી શકે છે, જે પહેલા માત્ર 30 દિવસ હતું.

સત્તાવાર માહિતી પ્રમાણે , નવા નિયમો હેઠળ, ગોલ્ડન રેસિડેન્સ ધારકો તેમના જીવનસાથી, બાળકો અને પરિવારના અન્ય સભ્યોને પણ સ્પોન્સર કરી શકે છે. આ સાથે તે ઘરેલું કામદારોને પણ તેઓ હવે અહીં બોલાવી શકે છે.

મળતા  રિપોર્ટ મુજબ, પેરેન્ટ્સ હવે તેમના બાળકોને 18ને બદલે 25 વર્ષની ઉંમર સુધી સ્પોન્સર કરી શકશે. UAE ને આશા છે કે નવા નિયમો વિશ્વભરની પ્રતિભાઓને આકર્ષિત કરશે.આ સાથે જ પ્રોફેશનલ્સ પાસે વિઝા માટે માન્ય રોજગાર કરાર હોવો જરૂરી છે. શિક્ષણ લઘુત્તમ સ્નાતકનું હોવું જોઈએ અને માસિક પગાર $8,100 કરતાં ઓછો ન હોવો જોઈએ.

રોકારણ કારો માટે ખાસ ઓફર

સંસ્કૃતિ, કળા, રમતગમત, ડિજિટલ ટેક્નોલોજી, વૈજ્ઞાનિકો અને શોધના ક્ષેત્રના લોકો પણ સંયુક્ત આરબ અમીરાત માં સરળતાથી વિઝા મેળવી શકશે. આ માટે કોઈ નોકરી, પગાર કે લાયકાતની જરૂર રહેશે નહીં. જો કે, તમારે સરકારી ભલામણની જરૂર પડશે.

આ સાથે જ જો  20 લાખની પ્રોપર્ટી ખરીદવાથી રિયલ એસ્ટેટ રોકાણકારો પ્રોપર્ટી ખરીદતી વખતે ગોલ્ડન રેસિડેન્સ વિઝા મેળવી શકશે. નવા નિયમો અનુસાર જો રોકાણકારો સ્થાનિક બેંકો પાસેથી લોન લઈને પ્રોપર્ટી ખરીદે તો તેમને લાંબા ગાળાના વિઝા મળી શકે છે.