Site icon Revoi.in

UGC વેબસાઈટનું નામ આજથી બદલાશે, આયોગ અધ્યક્ષ ‘ઉત્સાહ પોર્ટલ’ લોંચ કરશે

Social Share

દિલ્હીઃ-

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે યુજીસી તરીકે જેને આપણે ગુગલ પરસર્ચ કરતા હોઈએ છીએ ત્યારે હવે આ વેબસાઈટનું નામ બદલવા જઈ રહ્યું છે,જાણકારી અનુસાર આજરોજ સોમવારે આ  વેબસાઇટ ઉત્સાહ પોર્ચલ તરીકે જઓળખાશે.

ઉત્હાસ પોપર્ચટલનું ફૂલ નામ અંડરટેકિંગ ટ્રાન્સફોર્મેટિવ સ્ટ્રેટેજી એન્ડ એક્શન ઇન હાયર એજ્યુકેશન પોર્ટલ છે. આજરોજ UGCના અધ્યક્ષ પ્રોફેસર એમ જગદીશ કુમારે જ ઉત્સાહ પોર્ટલ લોન્ચ કરશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની ભલામણો હેઠળ, ઉત્સહ પોર્ટલ દ્વારા, યોજનાઓની માહિતી, તેમના અમલીકરણથી લઈને તેમના ટ્રેકિંગ સુધી, ટ્રેક કરી શકાય છે.

જાણકારી અનુસાર  આ પોર્ટલ યુનિવર્સિટીઓ, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓની સુવિધા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેથી તે બધા તેમની જરૂરિયાતોને આધારે માહિતી સમજી શકે. NEP મુજબ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને વિશ્વ કક્ષાના શિક્ષણમાં રૂપાંતરિત કરવું પડશે.

આ સાથે જ આ પોર્ચટલ પર હવેથી  ભારતીય પરંપરા, ડિજિટલ લર્નિંગ, પરિણામ વિશેની માહિતી પણ ઉપલબ્ધ થશે.પ્રોફેસર કુમારે કહ્યું કે યુજીસીની વેબસાઈટને નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 હેઠળ ફરીથી ડિઝાઈન કરવામાં આવી રહી છે. 

જેથી નવી બનાવેલ વેબસાઈટ ડિઝાઈનમાં, વિદ્યાર્થીઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને વર્ગ હેઠળની તમામ માહિતી સરળતાથી  મેળવી શકશે છે. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ડિજિટલ માધ્યમથી ઉચ્ચ શિક્ષણ સંબંધિત માહિતી અને યોજનાઓને સરળતાથી સમજી પણ  શકશે