Site icon Revoi.in

UGCની મલ્ટીપલ મોડના અભ્યાસ માટેની ગાઈડલાઈન જારી -નવી શિક્ષણ નીતિ હેઠળ હવે એક સાથે કરી શકાશે બે કોર્ષ

Social Share

સામાન્ય રીતે વિદ્યાર્થીઓ જ્યારે એક કોર્ષમાં અભ્યાસ કરતા હોય છે ત્યારે એક જ સમયે બીજા કોર્ષમાં કરવાની પરવાનગી હોતી નથી જો કે હવે આ નિયમ બદલાયો છે ,યુજીસીએ અભ્યાસને લઈને નવી ગાઈડલાઈન જારી કરી છે જે પ્રમાણે હવે વિદ્યાર્થીઓ એક સાથે બે કોર્ષ કરી શકે છે.યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનએ હાયર એજ્યુકેશનના સ્યૂડન્ટ્સને રાહત આપી છે.

આ ગાઈડલાઈન મુજબ હવેથી વિદ્યાર્થી પોતાની અનુકૂળતાના પ્રમાણે દેશના તમામ હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુટ જેવા કે મેનેજમેન્ટ, એજ્યુકેશન, લો અને એન્જિનિયરિંગ કોલેજમાંથી મલ્ટીપલ કોર્સમાં એન્ટ્રી-એગ્ઝિટ અને ફરીથી તે કોર્સમાં એડમિશન  લઈ શકશે એટલે કે વિદ્યાર્થી એક કોર્સમાં ઘણીવાર એનરોલ થઈ શકશે.

નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ના આધારે નવી ગાઈડલાઈન જારી કરવામાં કરી છે, નવી શિક્ષણ નીતિ હેઠળ વિદ્યાર્થીને માત્ર એકથી વધારે કોર્સ કરવાની છૂટ અપાઈ છે.દરેક ઈન્સ્ટિટ્યુટમાં વિદ્યાર્થીઓને ઓરિએન્ટેશન અને કાઉન્સિલિંગની વ્યવસ્થા હશે.નવી માર્ગદર્શિકા હેઠળ રાજ્ય સરકારો અને યુનિવર્સિટીઓને તેમના પોતાના નિયમો અને નીતિઓ તૈયાર કરવા માટે નિર્દેશિત કરવામાં આવશે. સંસ્થાઓ નવા શૈક્ષણિક વર્ષ 2022-23થી જ તેનો અમલ કરી શકશે.

આ ગાઈડલાઈન પ્રમાણે  યુજીસી અનુસાર વિદ્યાર્થીઓને કોર્સમાં હાજરી આપવા માટે પસંદગી આપવામાં આવશે. તેમની પાસે સેમેસ્ટર દરમિયાન રૂબરૂ વર્ગખંડ અથવા શારીરિક વર્ગોમાં હાજરી આપવા અથવા ઑનલાઇન અભ્યાસક્રમો લેવા અથવા અંતર અથવા ખુલ્લા અભ્યાસક્રમો કરવાનો વિકલ્પ છે.