Site icon Revoi.in

Ujjwala Yojana: સિલિન્ડર પર સબસિડી વધારવાની તૈયારી,9.5 કરોડ લાભાર્થીઓને મળશે મોટી રાહત

Social Share

દિલ્હી: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં હવે તમે LPG સિલિન્ડર પર વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. વાસ્તવમાં સરકાર આ યોજના (ઉજ્જવલા યોજના)ના લાભાર્થીઓને આવતા વર્ષે લોકસભા ચૂંટણી પહેલા રાહત આપવાની તૈયારી કરી રહી છે. હાલમાં આ લાભાર્થીઓને વર્ષમાં 12 સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળે છે. આગામી મહિનાઓમાં ઉજ્જવલા યોજના હેઠળ વધારાની રાહત અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

સમાચારમાં કહેવામાં આવ્યું છે કે સરકાર સામાન્ય માણસને મોંઘવારીથી રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે. સમાચાર અનુસાર, જ્યારે પેટ્રોલિયમ મંત્રાલય અને નાણા મંત્રાલય પાસેથી આ સમાચાર અંગે ઈમેલ દ્વારા માહિતી માંગવામાં આવી હતી, ત્યારે તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. સરકાર દ્વારા આ રાહત પ્રયાસ એવા સમયે કરવામાં આવી રહ્યો છે જ્યારે ભૌગોલિક રાજકીય તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો ઉંચી છે.

4 ઓક્ટોબરે કેન્દ્રીય કેબિનેટે 9.5 કરોડ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે 100 રૂપિયાની સબસિડીને મંજૂરી આપી હતી. અગાઉ સપ્ટેમ્બરમાં સરકારે દેશભરના તમામ સામાન્ય ગ્રાહકો માટે એલપીજી ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડીને મંજૂરી આપી હતી. હાલમાં, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ એક સિલિન્ડર માટે 603 રૂપિયા ચૂકવે છે, જ્યારે સરેરાશ ગ્રાહક દિલ્હીમાં 903 રૂપિયા ચૂકવે છે.

ગરીબ લોકો ધુમાડાથી બચવા માટે સરકારે વર્ષ 2016માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી હતી. સરકારે તાજેતરમાં વર્ષ 2024-26 માટે 7.5 કરોડ રૂપિયા અને ઉજ્જવલા યોજના હેઠળ મફત રસોઈ ગેસ કનેક્શન આપવા માટે વધારાના 1650 કરોડ રૂપિયા જાહેર કર્યા છે.