Site icon Revoi.in

યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો – રશિયાના હુમલાને કારણે 40 લાખથી વધુ ઘર અંધારામાં

Social Share

દિલ્હી:રશિયા યુક્રેન પર સતત બોમ્બમારો કરી રહ્યું છે, મિસાઈલ છોડવામાં આવી રહી છે.રશિયન હુમલાઓ વચ્ચે યુક્રેનના મોટા ભાગોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં લગભગ 40 લાખ લોકો અંધારામાં જીવવા મજબૂર છે

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ શુક્રવારે કહ્યું કે,રશિયા દેશના વીજળી નેટવર્ક પર હવાઈ હુમલાઓ કરવાનું ચાલુ રાખે છે, જેનાથી લગભગ 40 લાખ લોકોના જીવનને અસર થઈ રહી છે.અગાઉ, વહીવટીતંત્રે યુક્રેનના વીજળી માળખાને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને રાજધાની કિવમાં પાવર કટ અંગે ચેતવણી પણ જારી કરી હતી.

શુક્રવારે તેમના સંબોધનમાં ઝેલેન્સકીએ કહ્યું કે,રશિયાના હવાઈ હુમલાઓએ યુક્રેનના પાવર નેટવર્કને નુકસાન પહોંચાડ્યું છે અને 40 લાખ લોકોને અંધારામાં જીવવા માટે મજબૂર કર્યા છે. અમે આ અંધારપટ દૂર કરવા માટે તમામ શક્ય પગલાં લઈ રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, યુક્રેનની રાજધાની કિવ પર રશિયાના ડ્રોન હુમલાથી અનેક પાવર સપ્લાય સ્ટેશનોને નુકસાન થયું છે. રશિયાના હુમલામાં કિવ સહિત અનેક શહેરોના પાવર પ્લાન્ટ્સ પણ નાશ પામ્યા છે. રશિયા યુક્રેનના પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવીને મિસાઈલ અને ડ્રોન હુમલા કરી રહ્યું છે

 

Exit mobile version