Site icon Revoi.in

યુક્રેન-રશિયા યુદ્ધઃ ખાર્કિવને છોડી દેવા માટે ભારતીયોને સૂચના અપાઈ

Social Share

નવી દિલ્હીઃ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં રશિયાના હુમલા તેજ થઈ રહ્યા છે. યુક્રેનમાં ભારે ગોળીબાર વચ્ચે ભારતે તમામ ભારતીયોને આ દેશના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાંથી તાત્કાલિક બહાર નીકળી જવા માટે અપીલ કરી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ખાર્કિવ ઉપર રશિયા સેનાએ કબજો કરી લીધો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

ઈન્ડિયા ઈન યુક્રેન દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ‘ખાર્કિવમાં રહેતા તમામ ભારતીયોને મહત્વની સલાહ… તમારી સુરક્ષા માટે તરત જ ખાર્કિવ ખાર્ક છોડી દો. પેસોચીન, બાબયે અને બેઝલ્યુડોવકા તરફ શક્ય તેટલી વહેલી તકે આગળ વધો, કોઈપણ સંજોગોમાં તેઓએ યુક્રેનિયન સમય અનુસાર સાંજે 6 વાગ્યા સુધીમાં પહોંચવું આવશ્યક છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સવારથી જ ખાર્કિવમાં રશિયા અને યુક્રેનના જવાનો વચ્ચે યુદ્ધ જોવા મળ્યું હતું. રશિયાએ હવાઈ હુમલા કર્યાં હતા. દરમિયાન ખાર્કિવ ઉપર રશિયાએ કબજો જમાવી લીધો હોવાનું જાણવા મળે છે.