Site icon Revoi.in

યુએન રિપોર્ટમાં ચોંકાવનારી ચેતવણી, 2050 સુધીમાં શહેરીકરણ 83% પહોંચશે

Social Share

વિશ્વની માનવ વસ્તીના વિતરણમાં ઐતિહાસિક ફેરફાર આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ના તાજેતરમાં વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ્સ 2025” રિપોર્ટમાં ખુલ્યું છે કે, આજે વિશ્વની 80% થી વધુ વસ્તી શહેરોમાં રહે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારો ધીમે ધીમે ખાલી થઈ રહ્યા છે. આ વૈશ્વિક માનવ વસાહતોનું ભૌગોલિક ચિત્ર બદલાઈ રહ્યું છે અને માનવ સંસ્કૃતિ હવે મોટાભાગે શહેરી કેન્દ્રો સુધી સીમિત થઈ ગઈ છે. 2018માં વિશ્વની માત્ર 55% વસ્તી શહેરોમાં રહેતી હતી. પરંતુ 2025 સુધી આ આંકડો 80% પાર કરી ચૂક્યો છે. રિપોર્ટ મુજબ 45% લોકો શહેરોમાં વસે છે, 36% લોકો ગામડાઓમાં રહે છે (આંકડો સતત ઘટી રહ્યો છે). આ રિપોર્ટ પેટ્રિક ગેરલેન્ડના નેતૃત્વ હેઠળ તૈયાર થયો છે, જેમાં વિશાળ સંશોધક ટીમનો સહયોગ રહ્યો છે.

યુએનના અંદાજ મુજબ 2050 સુધી શહેરીકરણ વધુ ગતિ પકડી શકે છે અને 83% વસ્તી શહેરોમાં સ્થાયી થશે. આથી ગામડાંઓ વધુ ઉજ્જડ બનશે અને શહેરો નવા ચેલેન્જ સાથે વધુ વિસ્તરશે.એશિયા (ખાસ કરીને ભારત)માં સારું શિક્ષણ, નોકરીની તકો અને સારું સામાજિક જીવનને કારણે લોકો શહેરોમાં સ્થળાંતર કરે છે. યુરોપ અને ઉત્તર અમેરિકામાં આંતરરાષ્ટ્રીય સ્થળાંતર અને અન્ય દેશોમાંથી આવતા લોકોનો ધસારો શહેરીકરણના મુખ્ય કારણ બન્યાં છે. આફ્રિકામાં ઊંચો જન્મ દર અને ઝડપી વસ્તીવૃદ્ધિ શહેરીકરણમાં સૌથી મોટો ફેક્ટર છે.

કિંગ્સ કોલેજ લંડનના નિષ્ણાત એન્ડ્રીયા મેચેલીના જણાવ્યા મુજબ વાયુ પ્રદૂષણ, વધતી ગરમી અને ગ્રીનેરીના અભાવના કારણે લોકોમાં હૃદયરોગ, અલ્ઝાઇમર અને અન્ય ગંભીર બીમારીઓનું જોખમ વધી રહ્યું છે. યુએનનો રિપોર્ટ અનુસાર, જો શહેરો પરનું ભારણ આ રીતે વધતું રહેશે તો માળખાકીય તાણ, ટ્રાફિક અને પ્રદૂષણ, આરોગ્ય સેવાઓ પર દબાણ અને રહેવા માટેની જગ્યા તથા સુવિધાઓની અછત જેવા ગંભીર વૈશ્વિક પડકારો ઊભા થઈ શકે છે.

 

 

Exit mobile version