Site icon Revoi.in

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં યુક્રેન પર ચર્ચા – ભારતે બન્ને દેશોને દુશ્મનાવટ સમાપ્ત કરી વાતચીત કરવા આહ્વાન કર્યું

Social Share

 

દિલ્હીઃ-  રશઇયાએ યુક્રેન પર હુમલો કર્યો જેને આજે 13મો દિવસ છે, રશિયા સતત યુક્રેનને બરબાદ કરી રહ્યું છે, ત્યારે આવી સ્થિતિમાં અનેક દેશઓ રશિયાની ટિકા કરી રહ્યા છએ જો કે સાથ સહકાર આપવા માટે સંપૂર્મ ખુલીને કોી દેશ આગળ આવી રહ્યો નથી, રશિયાે ઘનકી આપી છે કે જે કોી આમા સામેલ થશે તેનો યુદ્ધનો ભઆગ ગણીશું, ત્યારે આ મામલે  સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં પણ યુક્રેન મામલે ચર્ચા થઈ હતી.

યુક્રેન બાબતે  સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ.તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે “યુક્રેનમાં બગડતી પરિસ્થિતિ અને આવનારી માનવતાવાદી કટોકટી પર આપણે તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ. યુએનના અનુમાન પ્રમાણે છેલ્લા 11 દિવસમાં 15 લાખો શરણાર્થીઓએ યુક્રેનના પડોશી દેશોમાં આશ્રય માંગ્યો છે.

તિરુમૂર્તિએ વધુમાં જણાવ્યું હતું કે એક યુવાન ભારતીય વિદ્યાર્થી સહિત અત્યાર સુધીમાં 140 થી વધુ નાગરિકો માર્યા ગયા છે. ભારત તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરે છે અને અમે તેમના પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.

આ સાથે જ  તેમણે બન્ને દેશોને  કહ્યું કે ભારત બંને દેશોને તાત્કાલિક દુશ્મનાવટ ખતમ કરવા માટે આહ્વાન કરી રહ્યું છે. અમારા વડા પ્રધાને ફરી એકવાર બંને પક્ષોના નેતૃત્વ સાથે વાત કરી અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે અમારા આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો  છેબંને પક્ષોએ વાતચીતના માર્ગ પર પાછા ફરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.