Site icon Revoi.in

આધુનિકતા અને વિકાસના વાયરાની વિપરીત અસર?: ભારતમાં 4.5 કરોડ સિંગલ મધર્સ, 12.5 ટકા સિંગલ પેરેન્ટ પરિવાર

Social Share

સંયુક્ત રાષ્ટ્ર સંઘના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 4.5 ટકા ઘરોને સિંગલ મધર્સ ચલાવી રહી છે. આ રિપોર્ટ પ્રમાણે, ભારતમાં સિંગલ મધર્સની સંખ્યા 1.3 કરોડ છે. જ્યારે આવી 3.2 કરોડ મહિલા સંયુક્ત પરિવારોમાં પણ રહે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના રિપોર્ટનું શીર્ષક- “પ્રોગ્રેસ ઓફ ધ વર્લ્ડ વિમેન 2020” છે.

તેના દ્વારા જાણકારી મળે છે કે વિભિન્ન પારિવારીક સંરચનાઓ મહિલાઓ અને તેમની પસંદને કેવી રીતે પ્રભાવિત કરે છે. ભારતમાં 46.7 ટકા પરિવારોમાં દંપત્તિ અને તેમના બાળકો રહે છે. 31 ટકા પરિવારો સંયુક્ત છે અને તેના સિવાય 12.5 ટકા પરિવાર સિંગલ પેરેન્ટ પરિવાર છે.

દુનિયામાં દશ સિંગલ પેરેન્ટ પરિવારોમાંથી આઠને મહિલાઓ એટલે કે 84.3 ટકા સિંગલ પેરેન્ટ કુટુંબોને ચલાવી રહી છે. આ રિપોર્ટમાં 89 દેસોના પરિવારોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં જાણકારી મળી રહી છે કે દુનિયામાં 10.13 ટકા પરિવારોમાં સિંગલ મધર પોતાના બાળકો સાથે રહે છે. જ્યારે ઘણી અન્ય સિંગલ મધર સંયુક્ત પરિવારોમાં રહે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છ વર્ષ અથવા તેનાથી ઓછી વયના બાળકો સાથે રહેતા દંપત્તિની તુલનામાં સિંગલ મધરવાળા પરિવારોમાં ગરીબીનું સ્તર વધારે છે. રિપોર્ટ પ્રમાણે, ભારતમાં ઘર ચલાવનારી સિંગલ મધરના પરિવારમાં ગરીબીનો દર 38 ટકા છે. જ્યારે દંપત્તિ દ્વારા ચલાવવામાં આવતા પરિવારમાં 22.6 ટકા ગરીબીનો દર છે.

લગ્ન અને માતૃત્વ મહિલાઓના શ્રમ બળની ભાગીદારી અને આવકને પ્રભાવિત કરી રહ્યા છે. ભારતમાં 2012ના આંકડા પ્રમાણે, 25થી 5 વર્ષની 29.1 ટકા મહિલાઓ નોકરી કરે છે, જ્યારે આ વયજૂથના પુરુષોમાંથી 97.8 ટકા નોકરી કરે છે. રિપોર્ટ વધતી વૃદ્ધોની વસ્તીની જરૂરિયાત પર પણ ધ્યાન આકર્ષિત કરે છે.

રિપોર્ટ પ્રમાણે, તમામ દેશો અને ધર્મોમાં સરેરાશ મહિલાઓ પુરુષો કરતા વધારે જીવે છે. વૈશ્વિક સ્તરે 2015થી 2020 દરમિયાન પુરુષોનું જીવન મહિલાઓની સરખામણીએ 4.6 વર્ષ ઓછું રહેવાની શક્યતા છે. તેવામાં વરિષ્ઠ મહિલાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂરિયાત તરફ પણ ઈશારો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ઘણાં પ્રકારના ઉપાય પણ જણાવવામાં આવ્યા છે. જેમાં પરિવારની અનુકૂળ નીતિઓ, જેમાં રોકડનું હસ્તાંતરણ, સ્વાસ્થ્ય દેખરેખ અને બાળકો તથા વૃદ્ધો માટે દેખરેખની સેવાઓ પણ સામેલ છે.

યુએન વિમેનના ડેપ્યુટી ડાયરેક્ટર અનિતા ભાટિયાએ કહ્યું છે કે જો કે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં કેટલીક પ્રગતિ થઈ છે, મહિલાઓ અને યુવતીઓની સાથે ભેદભાવ કરવામાં આવે છે તથા તેમના યોગદાનને ઓછું આંકવામાં આવે છે. સરકારોને 2030ના એજન્ડા અને સતત વિકાસ લક્ષ્યોને અનુરૂપ નિર્ધારીત સમયમર્યાદા તથા સંશાધનોની સાથે પ્રાથમિકતા અને કાર્યોની ઓળખ કરીને લૈંગિક સમાનતા માટે પોતાની પ્રતિબદ્ધતાને નવીનીકૃત કરવી જોઈએ.