Site icon Revoi.in

આત્મનિર્ભર ભારત અંતર્ગત દેશમાં બનશે 928 સંરક્ષણ ઉત્પાદનો, સેનાનો કરોડોનો ખર્ચ બચશે

Social Share

દિલ્હીઃ- પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી આત્મનિર્ભર ભારત હેઠળ ભઆરત દેશ ઘણ ીપ્રગતિ કરી રહ્ય્યો છએ ત્યારે ભારતના લોકોને રોજગારની મોટા પ્રમાણમાં તકો પણ સાપડી રહી છએ ત્યારે હવે દેશના સંર્કષણ ક્ષેત્રમાં પણ ભારત ખૂબ જ આગળ વધી રહ્યું છે આત્મનિર્ભર ભારત હેઠળ અનેક સંરક્ષણ યંત્રો ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છએ ત્યારે આ દિશામાં વધુ દેશ આગળ વધતો જોવા મળ્યો છે.

આત્મનિર્ભર ભારત યોજના હેઠળ દેશમાં જ સંરક્ષણ ઉત્પાદનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત સંરક્ષણ વિભાગે 928 ઉત્પાદનોની યાદી બહાર પાડી છે, જેનું ઉત્પાદન હવે ભારતમાં જ થશે.

જાણકારી પ્રમાણે આવનારા   પાંચથી સાડા પાંચ વર્ષમાં વિદેશથી આ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને આ તમામ યંત્રો ભારતમાં જ બનશે જેથઈ કરીને ભારતનો મોટો ખથ્રચ બચશે અને મોટા પ્રમાણમાં લોકોને રોજગારીની તક પણ સાપડશે.

આ બબાતને લઈને રક્ષા મંત્રાલયે આજરોજ રવિવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે આ યાદી બહાર પાડવાનો હેતુ સ્વ-નિર્ભર ભારત અભિયાન હેઠળ દેશમાં જ સંરક્ષણ ઉત્પાદનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. આત્મનિર્ભર ભારત યોજના હેઠળ સંરક્ષણ મંત્રાલયે આ ચોથી યાદી બહાર પાડી છે, જેમાં વિવિધ હથિયારોમાં વપરાતા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં મંત્રાલયે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ 928 ઉત્પાદનોની યાદી બહાર પાડી છે, જે હવે દેશમાં જ બનાવવામાં આવશે.

સંરક્ષણ મંત્રાલયે ડિસેમ્બર 2023 થી ડિસેમ્બર 2028 સુધી આ 928 ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકવાની સમયમર્યાદા નક્કી કરી છે. અગાઉ સંરક્ષણ મંત્રાલયે આવી ત્રણ વધુ યાદીઓ જારી કરી હતી. આ યાદીઓ ડિસેમ્બર 2021, માર્ચ 2022 અને ઓગસ્ટ 2022માં બહાર પાડવામાં આવી હતી. અત્યાર સુધીમાં 2500 ઉત્પાદનોનું સ્થાનિક ઉત્પાદન શરૂ થઈ ગયું છે અને નિર્ધારિત સમયમર્યાદામાં દેશમાં 1238 ઉત્પાદનોનું ઉત્પાદન શરૂ કરવાની યોજના છે.