Site icon Revoi.in

મિશન એરલિફ્ટ અંતર્ગત ભારત 16 હજાર ભારતીયોને યુક્રેનથી સુરક્ષિત બહાર કાઢશે

Social Share

દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને લઈને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોના પરિવારો અહી ચિંતામાં સરી પડ્યા છે, ઉલ્લેખનીય છે કે યુક્રેનની રાજધાની કિવમાં શુક્રવારે સવારે વિસ્ફોટના અવાજ વચ્ચે લોકો ભય બીત બન્યા હતા ત્યારથી લઈને અત્યાર સુધી આવા અનેક અવાજો અને હુમલાઓ વચ્ચે લોકો જીવી રહ્યા છે.

જો કે આ સમગ્ર સ્થિતિ વચ્ચે હવે ભારત પોતાના નાગરિકોને ત્યાથી બહાર કાઢવાની તૈયારીઓ કરી રહ્યું છે  કારણ કે આ સ્થિતિમાં હાલ પણ હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયા છે. આવી સ્થિતિમાં ભારતે ગુરુવારે યુક્રેનમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટે એક મોટી રાજદ્વારી પહેલ કરી છે.

યુક્રેનમાં ભારતનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશનઃ એક કલાકની અંદર જ 242 ભારતીયોને એરલિફ્ટ કરાયાં

દેશના પ્રધાનમંત્રી મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ભારતની ચિંતાઓ જણાવી હતી

આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ  કહ્યું કે, ભારત તેના નાગરિકોના સુરક્ષિત બહાર નીકળવા અને પરત ફરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. ત્યારે હવે ભારત પોતાના નાગરીકોને પરત લાવવા બને તેટલા સફળ પ્રયત્ન કરી રહ્યું છે

પીએમ મોદીએ યુક્રેનમાં ફસાયેલા અંદાજે 16 હજાર ભારતીયોની સુરક્ષા માટે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠકયોજી હતી. આ બેઠકમાં નાગરિકોના સ્થળાંતર અને યુક્રેનની સ્થિતિ પર વાતચીત કરી હતી.

કારણ કે રશિયાના હુમલા બાદ યુક્રેને એરસેવા બંઘ કરી છે, હંગેરી, પોલેન્ડ, સ્લોવાકિયા વે આ સ્થિતિમાં ભારત રોમાનિયા થઈને યુક્રેનમાં ફસાયેલા તમામે ભારતીયોને  રોડ  મારફત બહાર કાઢવાની યોજના ઘડી રહ્યું છે,ઉલ્લેખનીય છે રે દેશના પીએમ દરેક સ્થિતિમાં બહાર રહેતા ભારતીયોની મદદે આવયા છે ત્યારે હવે તેઓ યુક્રેનમાં ફસાયેલા લોકોને કાઢવાના પ્રયત્નો કરશે