Site icon Revoi.in

ગુજરાત ટેક્ષ્ટાઈલ પોલિસી અંતર્ગત વિવિધ એકમોને અંદાજે રૂ. 500 કરોડની સહાય ચૂકવાશે

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેક્ષ્ટાઈલ પોલિસી-2012 હેઠળ વિવિધ યોજનાઓ અંતર્ગત પ્રોત્સાહન રૂપે 45 પડતર અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જેના ભાગરૂપે વિવિધ એકમોને અંદાજે રૂ. 500 કરોડ જેટલી સહાય ચૂકવવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવશે તેમ, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી  બળવંતસિંહ રાજપૂતે જણાવ્યુ હતું.

ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી  બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં તેમજ ઉદ્યોગ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી સ્ટેટ લેવલ એપ્રુવલ કમિટીની બેઠકમાં પડતર 45 અરજીઓની મંજૂરી આપવામાં આવી હતી. જેના ભાગરૂપે વિવિધ એકમોને અંદાજે રૂ. 500 કરોડ જેટલી સહાય ચૂકવવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ  એસ.જે.હૈદર, ઉદ્યોગ કમિશનર  સંદીપ સાંગલે સહીત ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલેખનીય છે કે, ઉદ્યોગ વિભાગની ગુજરાત ટેક્ષ્ટાઈલ પોલિસી-2012ની વિવિધ યોજના પરત્વે પ્રોત્સાહન મંજૂર કરવા બાબતે ગત  તા.18 જુલાઈ-2023ના માળખમાં સુધારો કરી ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી  બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને તેમજ ઉદ્યોગ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીના ઉપાધ્યક્ષ પદે સમિતિની રચના કરવામાં આવી છે. જેના ભાગરૂપે વિવિધ એકમોને અંદાજે રૂ. 500 કરોડ જેટલી સહાય ચૂકવવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવી છે. આ પોલીસીથી ગુજરાતમાં ટેક્સટાઈલ્સ ઉદ્યોગનો સારોએવો વિકાસ થઈ રહ્યો છે. (file photo)