Site icon Revoi.in

અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ખંડણીના એક કેસમાં દોષિત જાહેર, બે વર્ષની સજાનો આદેશ

Social Share

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને ખંડણી માંગવાના કેસમાં કસુરવાર ઠરાવીને 2 વર્ષની સજા ફરમાવી છે. છોટા રાજન ઉપર વર્ષ 2015માં એક બિલ્ડરને ધમકી આપીને રૂ. 26 કરોડની ખંડણી માંગવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં કોર્ટે છોટા રાજનને કસુરવાર ઠરાવવામાં આવ્યો છે. અદાલતે છોટા રાજનની સાથે અન્ય 3 આરોપીઓને પણ કોર્ટે ગુનેગાર ઠરાવ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર છોટા રાજન ઉપર આરોપ હતો કે, તેણે પોતાના સાગરિતોને પનવેલમાં બિલ્ડર નંદુ વાજેકરની ઓફિસ મોકલ્યાં હતા. જ્યાં રાજનના નામ ઉપર બિલ્ડરને ધમકી આપીને રૂ. 26 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. આ બનાવને પગલે બિલ્ડર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી હતી.

આ કેસમાં છોટા રાજનની સાથે સુરેશ શિંદે, લક્ષ્ણ નિકમ ઉર્ફે દાદયા સુમિત અને વિજય માત્રે પણ આરોપી હતા. આ કેસનો એક આરોપી ઠક્કર હજુ પણ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે. પોલીસે આ મામલામાં પુરાવા તરીકે કોર્ટમાં બિલ્ડર નંદૂની ઓફિસમાં લાગેલાં સીસીટીવી કેમેરાના ફૂટેડ અને તેના મોબાઈલ કોલ રેકોર્ડિંગ રજૂ કર્યા હતા. આ કોલ રેકોર્ડિંગમાં છોટા રાજન બિલ્ડરને ધમકાવી રહ્યો હતો.