Site icon Revoi.in

UNHRCની સામે પાકિસ્તાનની ઘેરાબંધી, બલુચિસ્તાનની તરફેણમાં ઉઠયો અવાજ

Social Share

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ એટલે કે UNHRCનું એક મહત્વનું સત્ર સોમવારે શરૂ થઈ રહ્યું છે. આ બેઠકમાં પાકિસ્તાન પણ સામેલ થઈ રહ્યું છે, પરંતુ માનવાધિકારોને લઈને પાકિસ્તાન ખુદ ઘેરાતુ દેખાઈ રહ્યું છે. પાકિસ્તાની સેના બલુચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વાના લોકો પર સતત જુલ્મો કરતી રહે છે.

https://twitter.com/SwamiGeetika/status/1171001810833702912

પાકિસ્તાન કાશ્મીર મુદ્દા પર વૈશ્વિક મંચો પર માનવાધિકારોને લઈને ભારતને ઘેરવાની કોશિશ કરતું રહે છે. પરંતુ બલુચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વાંના લોકો પર અત્યાચારના અહેવાલ જગજાહેર છે. તેને ધ્યાનમાં રાકીને જિનિવામાં, જ્યાં UNHRCનું 42મું સત્ર થવા જઈ રહ્યું છે, ત્યાં બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વાંમાં થઈ રહેલા માનવાધિકારોના ઉલ્લંઘનના મામલાને લઈને પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

https://twitter.com/BailochanC/status/1170969892587266048

આ પોસ્ટર્સમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની સેના તરફથી પખ્તૂનખ્વામાં કરાઈ રહેલા અત્યાચારો અમે દુનિયાની સામે લાવવા માગીએ છીએ. પોસ્ટર્સમાં પાકિસ્તાની સેનાના અત્યાચારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વૈશ્વિક સમુદાયમાંથી અપીલ કરવામાં આવી છે કે પાકિસ્તાનનો દુનિયામાં વિરોધ કરે.