Site icon Revoi.in

ભારતની મોબાઇલ ક્લિનિક પહેલની યુનિસેફે કરી પ્રશંસા, કહ્યું ‘વિશ્વને માર્ગ બતાવે છે’

Social Share

દિલ્હીઃ- ભારત અનેક ક્ષએત્રમાં સતત આગળ વધતો દેશ બનતો જઈ રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે મેડિકલ સુવિધાની તો ભારત આ ક્ષેત્રમાં પર અનેક સેવાઓ વિકસાવી રહ્યો છે ત્યારે હવે  દૂરના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે ભારતે સક્રિયપણે ડિજિટલ પદ્ધતિઓ અપનાવી છેજેમાં  મોબાઈલ ક્લિનિક્સની સિસ્ટમ આખી દુનિયાને રસ્તો બતાવી શકે છે.

ભારતની આ ટેકનિકલ મેડિકલ સેવાથી  કટોકટીનો સામનો કરી રહેલા દેશોમાં મોટી રાહત મળી શકે છે. આમ કહેતા યુનિસેફે ભારતની પ્રંસશા કરી હતી , ભારતની અધ્યક્ષતામાં G20 દેશોની બીજી હેલ્થ વર્કિંગ ગ્રૂપની બેઠકમાં ભાગ લેવા  ગોવા પહોંચેલા  યુનિસેફ-ન્યૂયોર્ક , વરિષ્ઠ આરોગ્ય સલાહકાર ડો લક્ષ્મી બાલાજીએ ભારતની આ સેવા વખાણી હતી.

તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કેભારતે સુનિશ્ચિત કર્યું છે કે કોવિન પોર્ટલ દ્વારા તમામ નાગરિકોને રસી આપવામાં આવે.  બાલાજીએ જણાવ્યું હતું કે મોબાઈલ ક્લિનિકની મદદથી કુદરતી આફતો દરમિયાન આરોગ્ય સેવાઓ એવા સ્થળોએ પહોંચાડી શકાય છે, જ્યાં લોકો કોઈ પણ આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચી શકતા નથી. ઉદાહરણ તરીકે, આવશ્યક આરોગ્ય સેવાઓ બોટ દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારમાં લોકોને પહોંચાડી શકાય છે.

વિલેતા દિવસને  સોમવારથી શરૂ થયેલી આ ત્રણ દિવસીય બેઠકમાં વિવિધ દેશોના 180 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતે બાળકોના નિયમિત રસીકરણ સહિત વિવિધ આરોગ્ય અભિયાનોમાં મોબાઈલ સ્વાસ્થ્ય પહેલ અપનાવી છે. મોબાઈલ હેલ્થની પ્રક્રિયામાં, આરોગ્ય સેવાઓ લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. આજ રીતે વિશઅવભર માટે આ ટેકનિક નવો માર્ગ બની શકે છે.

Exit mobile version