Site icon Revoi.in

યુનિસેફનો રિપોર્ટ -વર્ષના પ્રથમ દિવસે સમગ્ર દેશમાં 60 હજાર બાળકોનો જન્મ, સમગ્ર વિશ્વમાં 3 લાખ 71 હજારથી પણ વધુ બાળકોએ જન્મ લીધો

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશ ન્યૂઅરને વધાવી રહ્યો છે, ખાસ એટલા માટે કે વિતેલા વર્ષમાં કોરોના મહામારીનો પ્રકોર હતો ત્યારે હવે નવા વર્ષ દરમિયા તમામા માતા પિતાને ક્રેઝ હોય છે કે પોતાનું બાળક વર્ષના પ્રથમ દિવસે દુનિયામાં જન્મ લે, સામાન્ય રીતે જોવા જઈએ તો વર્ષ।ના પ્રથમ દિવસે દેશમાં હજારો બાળકના જન્મ થતા હોય છે.

યૂનિસેફએ આ બાળકોના જન્મ બાબતે એક રિપોર્ટ રજુ કર્યો છે, જે પર્માણે સમગ્ર વિશ્વની જો વાત કરીે તો, નવા વર્ષના દિવસે ૩ લાખ ૭૧ હજાર ૫૦૪ બાળકોનો  જન્મ થયો હતો, આ સંખ્યામાંથી સૌથી વધુ બાળકોનો જન્મ ભારતમાં થયો હતો.આ રુપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં 1લી જાન્યુઆરીના રોજ 60 હજાર  બાળકોનો જન્મ હતો. ૩૫ હજાર ૬૧૫ બાળકોના જન્મ સાથે ચીન બીજા ક્રમે રહ્યું હતું.

ભારતમાં નવા વર્ષના દિવસે ૬૦હજાર બાળકોનો જન્મ થયો હતો. ૨૦૨૦ના પ્રથમ દિવસે ૬૭ હજાર ૩૯૦ બાળકો જન્મ્યા હતાં. જેની સરખામણીમાં આ વર્ષે સાત હજાર બાળકો ઓછાં જન્મ્યા હતા. આ સાથે જ સમગ્ર વિશ્વમાં કુલ ૩ લાખ ૭૧ હજાર ૫૦૪ બાળકો નવા વર્ષના દિવસે જન્મ્યાં હતાં, આ વિશ્વમાં જન્મેલા કુલ બાળકોમાંથી ૫૨ ટકા બાળકો માત્ર ૧૦ દેશોમાં જન્મ્યાં હતાં. જેમાં ભારત-ચીન જેવા દેશોનો સમાવેશ થાય છે.

સાહિન-