Site icon Revoi.in

મોબાઈલ એપથી થશે 2021માં થનારી દેશની 16મી વસ્તીગણતરી, 12000 કરોડનો થશે ખર્ચ

Social Share

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે દિલ્હીમાં વસ્તીગણતરી ભવનનો શિલાન્યાસ કર્યો છે. આ દરમિયાન અમિત શાહે કહ્યુ છે કે વસ્તીગણતરીનું આખું બિલ્ડિંગ ગ્રીન હશે, ભારતમાં ગ્રીન બિલ્ડિંગના કોન્સેપ્ટને અપનાવવાની જરૂરત છે. નવી વસ્તીગણતરીનું વિવરણ આ બિલ્ડિંગના માધ્યમથી જ રજૂ કરવામાં આવશે.

અમિત શાહે કહ્યુ છે કે વસ્તીગણતરી દેશના ભવિષ્યના વિકાસની યોજના બનાવવાના આધારે થાય છે. તેના માટે જનભાગીદારીની જરૂરત છે. 1865થી અત્યાર સુધી 16મી વસ્તીગણતરી થવા જઈ રહી છે. તેમણે ક્હ્યુ છે કે ઘણાં પરિવર્તન અને નવી પદ્ધતિ બાદ આજે વસ્તીગણતરી ડિજિટલ થવા જઈ રહી છે.

અમિત શાહે કહ્યુ છે કે 2021માં જે વસ્તીગણતરી થશે, તેમા મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવશે. તેમા ડિજિટલ રીતે આંકડા ઉપલબ્ધ હશે. તેમણે કહ્યુ છે કે જેટલી ઝીણવટભરી રીતે વસ્તીગણતરી થશે, દેશના અર્થતંત્રને મજબૂત કરવામાં એટલી જ મદદ મળશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યુ છે કે 2014માં મોદી સરકાર આવી, તો આપણી વિચારવાની ક્ષમતામાં પરિવર્તન આવ્યું. અહીંથી વસ્તીગણતરીના રજિસ્ટરના યોગ્ય ઉપયોગની શરૂઆત થઈ હતી.  તેનું સૌથી મોટું ઉદાહરણ ઉજ્જવલા યોજના છે. તેના દ્વારા એ ખબર પડી કે ઘણાં ક્ષેત્ર એવા છે, જ્યાં 93 ટકા લોકોની પાસે ગેસ ન હતો. ડિજિટલ રીતે જ્યારે કામ કરવામાં આવ્યું, તો લોકોને ગેસ સિલિન્ડર યોગ્ય રીતે મળવા લાગ્યા.

અમિત શાહે કહ્યુ છે કે અમારી સરકાર 22 યોજનાઓનું રેખાંકન વસ્તીગણતરીના આધારે કરી રહી છે. બેટી પઢાઓ અને બેટી બચાવોની યોજના પણ આ વસ્તીગણતરીના આંકડાઓના આધાર પર નીકળી છે. તા પર યોગ્ય રીતે કામ કરાઈ રહ્યુ છે. તેમણે કહ્યુ છે કે વસ્તીગણતરીને સંપૂર્ણ બનાવવા માટે 16 ભાષાઓને રાખવામાં આવી છે, જેનાથી લોકો પોતાની જાણકારી યોગ્ય રીતે આપી શકે.

તેમણે કહ્યુ છે કે ડિજિટલ વસ્તીગણતરી થવાને કારણે આધાર કાર્ડ, પેન કાર્ડ, બેંક કાર્ડ સહીત તમામ કાર્ડ એક સ્થાન પર આવી જશે. તેના દ્વારા બધું યોગ્ય રીતે થઈ શકે છે. જો કે આના પર હજી કામ કરાઈ રહ્યું નથી. પરંતુ વસ્તીગણતરીના ડિજિટલ થવાથી આ કામ સરળતાથી થઈ શકે છે. અમિત શાહે કહ્યુ છે કે સરકાર અત્યાર સુધી થયેલી તમામ વસ્તીગણતરીઓમાં સૌથી વધારે ખર્ચ આ વખતે થવા જઈ રહ્યો છે. વસ્તીગણતરીમાં સરકાર આ વખતે લગભગ 12 હજાર રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહી છે.