Site icon Revoi.in

કેન્દ્રીય મંત્રી અમિત શાહના આજથી બે દિવસના બંગાળના પ્રવાસે

Social Share

કોલકત્તાઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડીના કાફલા ઉપર થયેલા હુમલાને પગલે રાજકારણ ગરમાયું છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસનો પશ્ચિમ બંગાળનો પ્રવાસે કરશે. બીજી તરફ તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંદોબસ્ત વધારે તૈનાત કરવામાં આવ્યો છે. અમિત શાહના પ્રવાસને લઈને ક્લોઝ પ્રોટેક્શન ટીમ અને આઉટર પ્રોટેક્શન ટીમને તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્રીય સુરક્ષા દળ અને પોલીસ પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે તા. 19મી ડિસેમ્બરના રોજ અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે. આ દરમિયાન તેમનો વિશાળ રોડ-શો પણ યોજાશે. અમિત શાહના રોડ-શોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો સાદા વેશમાં ફરજ બજાવશે. તેમજ લોકોનું સ્ક્રીનીંગ પણ કરવામાં આવશે. આમ જે.પી.નડ્ડાના કાફલા ઉપર થયેલા હુમલા બાદ બંગાળ સરકાર અમિત શાહની સુરક્ષામાં કોઈ કચાસ ન રહી જાય તેની વિશેષ તકેદારી રાખી રહી છે.