Site icon Revoi.in

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોનાગ્રસ્ત થયા – ટ્વિટ કરીને આપી જાણકારી

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં રાહત જોવા મળી રહી છે જો કે હાલ પણ દૈનિક કેસ 2 હજારથઈ વધુ તો નોંધાઈ જ રહ્યા છએ ત્યારે કોરોનાની ઝપેટમાં પમ અનેક લોકો આવી રહ્યા છે તેવી સ્થિતિમાં હવે  કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી  જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોના ગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે.

વિતેલા દિવસને મંગળવારે તેમણે આ બબાતે ટ્વિટ કરીને કહ્યું કે તેમણે કોરોનાવાયરસ માટે  પરીક્ષણ કરાવ્યું જે પોઝિટિવ આવ્યું છે. મંત્રીએ એક ટ્વીટમાં કહ્યું કે ડોકટરોની સલાહ પર તેમણે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે છેલ્લા કેટલાક દિવસોમાં તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતાનું પરીક્ષણ કરાવવા માટે પણ કહ્યું.

સિંધિયા અને ભારતીય જનતા પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ રાજ્ય એકમના અધ્યક્ષ વિષ્ણુ દત્ત શર્માની અધ્યક્ષતામાં કોર જૂથની બેઠકમાં ભાગ લેવા માટે રાજ્યની રાજધાની ભોપાલ પહોંચ્યા હતા. મંગળવારે સાંજે 4.30 વાગ્યે દિલ્હી પરત જવાના હતા, પરંતુ તેઓ એ સમય પહેલા જ બેઠક છોડી દીધી હતી