Site icon Revoi.in

આર્યન ખાન મુદ્દે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ શાહરૂખ ખાનને આપી આ સલાહ…

Social Share

દિલ્હીઃ મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં બોલીવુડના કિંગખાન શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન હાલ જેલમાં બંધ છે. આર્થર રોડ જેલમાં બંધ આર્યન ખાનના જામીન માગીની અરજી કોર્ટમાં કરવામાં આવી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ શાહરૂખ ખાનને અપીલ કરી છે કે, પોતાના દીકરાને સુધારવા માટે નશા મુક્તિ કેન્દ્ર મોકલે.

ક્રુઝ ડ્રગ્સ કેસમાં એનસીબીની કાર્યવાહી સામે અનેક રાજકીય પક્ષોએ સવાલો ઉભા કર્યાં છે. દરમિયાન કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી અને રિપલ્બિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ રામદાસ આઠવલેએ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં એનસીબીના ઝોનલ અધિકારી સમીર વાનખેડેને સમર્થન આપ્યું છે. એનસીબીના ઉચ્ચ અધિકારી સમીર વાનખેડે ઉપર એનસીપી નેતા અને મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારના કેબિનેટ મંત્રી નવાબ મલિકે ઉપર આક્ષેપ કર્યાં હતા. દરમિયાન કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે એનસીબી અધિકારીના બચાવમાં સામે આવ્યાં છે. તેમણે શાહરૂખ ખાનને દીકરાને સુદારવા માટે અપીલ કરી છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, શાહરૂખ ખાન દીકરા આર્યન ખાનને સુધારે, મારી સલાહ છે કે, આર્યન ખાનને 1-2 મહિના નશા મુક્તિ કેન્દ્રમાં દાખલ કરવો જોઈએ. જેથી તેઓ ડ્રગ્સથી મુક્ત થઈ શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રૂઝ કેસમાં એનસીબી દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી છે. આ કેસમાં ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત એનસીબીએ આર્યન ખાનને લઈને ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ પણ બોલીવુડમાં ડ્રગ્સને લઈને એનસીબીએ તપાસ કરી હતી.