Site icon Revoi.in

યુપી : હાપુડમાં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાથી 12ના મોત,પીએમ મોદીએ શોક વ્યકત કર્યો

Social Share

લખનઉ:ઉત્તર પ્રદેશમાં હાપુડમાં ફટાકડા અને કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાની ઘટના બની હતી.આ વિસ્ફોટમાં 12 લોકોના મોત થયા હતા જયારે 19 લોકો ઘાયલ થયા હતા.જે બાદ તમામ ઘાયલોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટના પોલીસ સ્ટેશન ધૌલાના વિસ્તારના UPSIDC (ઇન્ડસ્ટ્રીયલ એરિયા)ની છે. આ ભયાનક અકસ્માત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે.અકસ્માતની જાણ થતાં જ ફોરેન્સિક ટીમો અહીં પહોંચી હતી અને તમામના સેમ્પલ લીધા હતા.

હાપુડ જિલ્લા મેજીસ્ટ્રેટ મેધા રૂપમે જણાવ્યું કે,ધૌલાના સંબંધિત ઉદ્યોગોને ઈલેક્ટ્રોનિક સામાન બનાવવાનું લાયસન્સ મળ્યું છે, તો પછી વિસ્ફોટક સામગ્રી કેવી રીતે બનાવવામાં આવી રહી છે, તેની તપાસ કરવામાં આવશે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.ઔદ્યોગિક વિસ્તારની દરેક ફેક્ટરીની તપાસ કરવામાં આવશે કે તે પરવાનગી મુજબ ચાલી રહી છે કે નહીં. તપાસમાં જે પણ અધિકારી કે અન્ય કોઈ દોષિત જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના હાપુડમાં કેમિકલ ફેક્ટરીમાં થયેલા અકસ્માતને કારણે થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વિટમાં, વડાપ્રધાને કહ્યું;“ઉત્તર પ્રદેશના હાપુડની કેમિકલ ફેક્ટરીમાં થયેલી દુર્ઘટના હૃદયવિદારક છે.તેમાં જે લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે, તેમના પરિવારજનો પ્રત્યે હું મારી સંવેદનાઓ વ્યક્ત કરૂં છું.ઘાયલોના ઈલાજ અને અન્ય દરેક શક્ય મદદ માટે રાજ્ય સરકાર તત્પરતાથી કાર્યરત છેઃ PM”