Site icon Revoi.in

અમેરિકી સેનાએ ઉત્તરી સોમાલિયામાં ISIS નેતા બિલાલ અલ-સુદાની સહીત 10 આતંકીઓને કર્યા ઠાર

Social Share

દિલ્હીઃ- અમેરિકી સેના દ્રારા સતત ઓપરેશન ચલાવવામાં આલવી રહ્યું છે ત્યારે હવે ઉત્તરી સોમાલિયામાં યુએસ સૈન્ય કાર્યવાહીમાં આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ISIS ના એક કુખ્યાત અને નેતાનું મોત થયું હતું, અમેરિકા વહિવટ તંત્ર દ્રારા આ વાતની પૃષ્ટી કરવામાં આવી છે. 

મળેલ જાણકારી અનુસાર 25 જાન્યુઆરીના રોજ, રાષ્ટ્રપતિના આદેશ પર, યુએસની સેનાએ ઉત્તરી સોમાલિયામાં એક ઓપરેશન શરૂ કર્યું, જેના પરિણામે બિલાલ અલ-સુદાની સહિત ઘણા ઇસ્લામિક સ્ટેટ સભ્યોનો ખાતમો કરવામાં આવ્યો. અલ-સુદાની આફ્રિકામાં ISISની વધતી હાજરીને પ્રોત્સાહન આપવા અને અફઘાનિસ્તાન સહિત વિશ્વભરમાં જૂથની કામગીરીને ભંડોળ પૂરુ પાડતો હતો.

આ સાથે જ નામ જાહેર ન કરવાની શરત હેઠળ, રોઇટર્સ દ્વારા ટાંકવામાં આવેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઓપરેશનમાં બિલાલ અલ-સુદાની અને તેના આશરે દસ સહયોગીઓને ઠાર કરાયા છે જે સોમાલિયામાં ISISના એક નેતા હતા જેમને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા નામ આપવામાં આવ્યું હતું.

આ સહીત અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે  આ સૈન્ય કાર્યવાહીને આ અઠવાડિયે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન તરફથી લીલી ઝંડી મળી છે.બાઈડેન વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉત્તરી સોમાલિયામાં પર્વતીય ગુફા સંકુલમાંથી, બિલાલ અલ-સુદાની સમગ્ર આફ્રિકા અને ખંડમાં ISISના વિસ્તરણ અને અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યો હતો. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને તેના નિવેદનમાં પુષ્ટિ કરી કે અલ-સુદાની પણ ઠાર મરાયો છે.