- અમેરિકી રાષ્ટ્રપતિની તાલિબાનીઓને અપીલ
- નૌસેનાના જવાનને મૂક્ત કરવાની કરી માંગ
દિલ્હીઃ- તાલિબાને જ્યારથી અફઘાનિલ્તાનમાં પોતાની હુકુમત ચલાવી છે ત્યારેથી અમેરિકાએ પોતાના સૈનિકોને પાછા ખેંચી લીઘા છે જો, કે નોસેનાના જવાનો હાલ પણ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજામાં છે, જેને લઈને વિતેલા દિવસને રવિવારના રોજ અમેરિકા નેવીના અનુભવી માર્ક ફ્રેરિચ્સનીને મૂક્ત કરવા માટેની અમેરિકાએ તાલિબાનને અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે બાઇડને બંધક બનેલા લોકોના પરિવાર અને મિત્રોને વચન આપ્યું છે કે જ્યાં સુધી માર્ક અને વિદેશમાં બંધક બનેલા અમેરિકાના લોકોને ઘરે પાછા લાવવામાં ન લાવે ત્યા શુઘી નિરાંતનો શ્વાસ નહી લે
નોસેનાના જવાનોને અંદાજે બે વર્ષ પહેલા અફઘાનિસ્તાનમાં બંધક બનાવાયા હતા, ત્યારે હવે આ મામલે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને એક નિવેદનમાં કહ્યું, ‘માર્કે અફઘાનિસ્તાનના લોકોની મદદ કરવામાં એક દાયકા જેટલો સમય આપ્યો છે. તેમણે આમ કહીને કંઈ ખોટું કર્યું નથી છતાં બે વર્ષથી તેને તાલિબાન દ્વારા તેને બંદી બનાવી તેને કેદ કરી રાખાયો છે. માર્ક ઈલિનોઈસ પરિવાર તેની સલામતી અગે સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે બંધક બનાવવું એ ખાસ કરીને “ક્રૂરતા અને કાયરતા” ની નિશાની છે. અમેરિકન લોકો અથવા કોઈપણ નિર્દોષ નાગરિકોની સલામતી માટે ધમકીઓ અમને સ્વીકાર્ય છે અને બંધક બનાવવું એ ચોક્કસ ક્રૂરતા અને કાયરતાનું કૃત્ય છે, તેમણે તેની મૂક્તિની ભલામણ માટે કહ્યું કે તાલિબાને તેને તરત જ મુક્ત કરવો જોઈએ. આ વાત વાટાઘાટો કરવા જેવી નથી.
ઉલ્લેખનીય છે કે ‘અફઘાન ઇવેક્યુએશન ગઠબંધન’ ના સભ્યોએ વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને વિડિયો કૉલ દ્વારા મળીને તેમને અફઘાનિસ્તાનમાંથી લાખો લોકોને બહાર લાવવામાં મદદ કરવા વધારાના સંસાધનો પ્રદાન કરવા વિનંતી કરી હતી.અને આગળ પણ તેઓ બંધકોને મૂક્ત કરવામાં પોતાના બનતા પ્રયાસો કરશે તેમ જણાવ્યું હતું.