Site icon Revoi.in

અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડેની મુશ્કેલી વધી – 12 કલાક ચાલેલી ઘરની તપાસમાં 6 સરકારી દસ્તાવેજો મળી આવ્યા

Social Share

દિલ્હીઃ- દેશની મહાસત્તા ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિ પર મુસીબતનો પહાડ આવી પડ્યો છે ,રાષ્ટ્રપતિ જો બાઈડેનની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. ઘરેથી ગોપનીય દસ્તાવેજો મળવાની ઘટના તેમની મુશ્કતેલીમાં વધારો કરી શકે છે.

 જો બાઈડેનના ઘરે ફરી  દરોડા પાડવામાં આવ્યા છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના દરોડા દરમિયાન બાઈડેનના ઘરેથી વધુ છ ગોપનીય દસ્તાવેજો મળી આવ્યા છે, . બાઈડેનના અંગત વકીલ બોબ બૌર દ્વારા આ બાબતની પુષ્ટિ કરવામાં આવી છે. એટર્ની બોબ બૌરે જણાવ્યું હતું કે તેમના ઘરની લગભગ 12 કલાક તપાસ કરવામાં આવી હતી જે દરમિયાન આ દસ્તાવેજો મળી આવ્યા છે.

શુક્રવારે જસ્ટિસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ગોપનીય દસ્તાવેજો શોધવા માટે ડેલાવેરમાં જો બિડેનના ઘર અને વિલ્મિંગ્ટનમાં ભૂતપૂર્વ ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ ગોપનીય દસ્તાવેજો એ સમયના છે જ્યારે જો બિડેન ઉપરાષ્ટ્રપતિ હતા. આરોપ છે કે પદ છોડતા પહેલા તેણે પોતાની સાથે ગોપનીય દસ્તાવેજો પોતે લઈ લીધા હતા.

રાષ્ટ્રપતિ જો બાઈડને 1973 થી 2009 સુધી ડેલવેરનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે જ સમયે, તેમણે  2009 થી 2017 સુધી ઓબામા વહીવટમાં ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જો બિડેનના ઘરેથી આ બંને કાર્યકાળ સંબંધિત કેટલાક ગોપનીય દસ્તાવેજો જપ્ત કર્યા છે જેને લઈને બાઈડેન ચર્ચામાં આવ્યા છે.ઉલ્લેખનીય થછે કે  અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને હાલમાં જ કહ્યું હતું કે તેમના ઘર અને અગાઉની ઓફિસમાંથી મળેલા ગોપનીય દસ્તાવેજો અંગે તેમને કોઈ અફસોસ નથી. તેમજ આ મામલો ઉકેલાઈ જશે તેવો વિશ્વાસ છે.ત્યારે હવે તેમની  મુશ્કેલીમાં વધારો થયો છે.

Exit mobile version