Site icon Revoi.in

ભારત દ્રારા કરવામાં આવેલી જી 20ની અધ્યક્ષતાના અમેરિકી રાષ્ટ્રપતિએ કર્યા વખાણ

Social Share

દિલ્હીઃ ભારત દ્રારા જી 20 સમિટનું આયોજન થયું છે ત્યારે આ સંદર્ભે સમિટમાં ભાગલેવા દેશ વિદેશના નેતાઓ ભારતના પ્રવાસે છે આ દરમિયાન ભારત દ્રારા જી 20ની કરવામાં આવી રહેલી અધ્યક્ષતાના અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડેન દ્રારા ખૂબ વખાણ કરવામાં આવ્યા છએ તેમણે આ બાબતે એક્સ જે અગાઉ ટ્વિટર હતું તેના પર પોસ્ટ પણ શેર કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે G20 સમિટ 2023 દરમિયાન વિશ્વ ભારતની શક્તિને જોઈ રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી ‘દિલ્હી ઘોષણા’ દ્વારા તમામ દેશોને એક મંચ પર લાવવામાં સફળ રહ્યા હતા

તો પબીજી તરફ આ પબબાતે ભારતની વિશ્વભરમાં પ્રસંશા પણ થઈ રહી છે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વિશ્વમાં મોંઘવારી અને રોજગાર જેવા મુદ્દાઓને લઈને ચિંતિત છે. વિશ્વની સમસ્યાઓના ઉકેલમાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરતા બાઈડેને કહ્યું કે જો આપણે ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં રોકાણ કરીશું તો દરેકને ફાયદો થશે.

આ બાબતને લઈને રાષ્ટ્રપતિ બાઈડેને સત્તાવાર X એકાઉન્ટ (અગાઉ ટ્વિટર) પરથી G20 ખાતેના તેમના ભાષણ સાથે સંબંધિત એક વીડિયો શેર કર્યો હતો. તેના કેપ્શનમાં, તેમણે લખ્યું, ‘જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા આબોહવા કટોકટી, નાજુકતા અને સંઘર્ષના ઓવરલેપિંગ આંચકાઓથી પીડાઈ રહી છે, આ વર્ષની સમિટે સાબિત કર્યું કે G20 હજુ પણ આપણા સૌથી વધુ દબાવતા મુદ્દાઓનું સમાધાન શોધી શકે છે.

એટલું જ નહી તેમણે વીડિયોમાં કહ્યું કે‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય. આ G20 સમિટનું ફોકસ છે. આજે અમે આ ભાગીદારી વિશે વાત કરી રહ્યા છીએ. અમે ઘણા દેશો અને ઘણા પ્રદેશોમાં પ્રાદેશિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છીએ. અમે જહાજો અને રેલ ક્ષેત્રે રોકાણ કરવા જઈ રહ્યા છીએ, જે ભારત અને યુરોપને જોડશે, જેનાથી ઘણી તકો ઉભી થશે. મોંઘવારીના મુદ્દે દુનિયા એક સાથે છે. અમે અહીં જે નિર્ણયો લઈએ છીએ તે આવનારા દાયકાઓ સુધી અમારા ભવિષ્યને સકારાત્મક અશર પહોંચડાશે.