Site icon Revoi.in

એમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડન જી-7 નેતાઓ સાથે 24 ઓગષ્ટના રોજ કરશે બેઠકઃ અફઘાનિસ્તાનના મુદ્દે થશે મહત્વની ચર્ચા

Social Share

દિલ્હીઃ તાજેતરમાં અફઘાનિસ્તાનના લોકો પર તાલિબાનીઓ જે રીતે આક્રમક વર્તન કરી રહ્યા છે તેની ચર્ચાઓ સમગ્ર વિશ્વમાં થઈ રહી છે,આ સ્થિતિ વચ્ચે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ રવિવારે માહિતી આપી હતી કે, અમેરિકન રાષ્ટ્રપતિ જોબાઈડેન 24 ઓગસ્ટે જી -7 દેશોના નેતાઓ સાથે બેઠક યોજશે, જો કે આ બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી યોજાનાર છે તેમાં અફઘાનિસ્તાન નીતિ પર ગાઢ સંકલનની ચર્ચા કરવામાં આવશે.

આ બઠકને લઈને સાકીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ  જી 7 નેતાઓ સાથેની યોજાનારી બેઠકમાં, તમામ નેતાઓ અમારા નાગરિકો અને તે બહાદુર અફઘાન નાગરિકો જે છેલ્લા બે દાયકાઓથી અમારી અને અન્ય સંવેદનશીલ અફઘાનની સાથે  સતત ખડેપગે છે તેમના નજીકના સંકલન અને સ્થળાંતર માટે અફઘાનિસ્તાન નીતિ અંગે ચર્ચા કરવામાં આવશે.

આ સાથે જ વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ વધુમાં આ વિગતને લઈને કહ્યું કે બેઠકમાં નેતાઓ અફઘાન પ્રવાસીઓને માનવીય મદદ અને સહયોજ પૂરો પાડવાની યોજનાઓ પર પણ ચર્ચા કરશે.

ઉલ્લેખનીય છે કે,અમેરિકા સિવાય G-7 દેશોમાં યુનાઈટેડ કિંગડમ, જર્મની, ફ્રાન્સ, ઈટાલી અને જાપાનનો પણ સમાવેશ થાય છે.ત્યારે હવે આટલા દેશના નેતાઓ મળીને અફઘાનનિ સ્થિતિ અંગેની ચર્ચા કરશે.