Site icon Revoi.in

અમેરિકાએ એરસ્ટ્રાઈક કરીને કાબૂલ બ્લાસ્ટનો લીધો બદલોઃ આઈએસ આતંકી  અને કાબુલ બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ  ઠાર

Social Share

દિલ્હીઃ અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો કર્યા બાદ સ્થિતિ ખૂબજ વણસી રહી છે, તાલિબાનીઓ આતંકને એક પછી એક અંજામ આપી રહ્યા છે, ત્યારે અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ વિકેલા દિવસે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જો કે હવે અમેરિકા બદલો લેવાનું શરુ કરી દીધું છે.

કાબુલ એરપોર્ટ પર બોમ્બ ધડાકા સાથે અમેરિકા સહિત અમેરિકાને ભયભીત કરનારા ઇસ્લામિક સ્ટેટના ખરાબ દિવસો હવે શરૂ થઇ ગયા છે. કાબુલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટોમાં એમેરિકાએ તેના 13 સૈનિકોને ગુમાવ્યા બાદ અમેરિકાએ પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે, હવે  અમેરિકા એ આતંકવાદીઓ સામે બદલો લેવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આઈએસના આતંકવાદીઓ સામે હવાઈ હુમલો કર્યો છે અને કાબુલ હુમલાના માસ્ટર માઈન્ટને ઠાર કર્યો છે

પેન્ટાગોન પ્રમાણે કાબુલ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડને માનવરહિત વિમાન મારફતે આઇએસના બેઝ પર ડ્રોન બોમ્બથી હુલમો કરીને મારવામાં આવ્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તાએ જણાવ્યું કે માનવરહિત હવાઈ હુમલા અફઘાનિસ્તાનના નાંગર પ્રાંતમાં કરવામાં આવ્યા છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રારંભિક સંકેતો દર્શાવે છે કે લક્ષ્યને મારી નાખવામાં આવ્યું છે, જો કે કોઈ નાગરિક જાનહાનિ નથી.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે, કાબુલમાં આત્મઘાતી હુમલામાં યુએસ નેવીના 13 કર્મચારીઓ માર્યા ગયા હતા અને 169 થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાં મોટાભાગે અફઘાન નાગરિકો હતા. આ પછી જ, યુએસ પ્રમુખ જો બાઈડેને આતંકવાદીઓને ચેતવણી આપી હતી કે તે ચોક્કસપણે આ કાબુલ બ્લાસ્ટનો બદલો લેશે અને આ હુમલાના કાવતરાખોરોને શોધીને મારી નાખશે.છેવટે અમેરિકાએ જે કહ્યું તે કરી બતાવ્યું છે.