Site icon Revoi.in

અમેરિકાએ કરેલા  ડ્રોન હુમલામાં  અલકાયદાના ટોપ કમાન્ડર અબ્દુલ હામિત અલ-મતારનું મોત

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં જ દક્ષિણ સીરિયામાં અમેરિકી ચોકી પર હુમલો કરાયો હતો ત્યાર બાદ બે જ દિવસમાં અમેરિકા દ્રારા ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો ,આ મામલે હવે સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા રિગ્સબીએ પોતાનું નિવેદર જારી કર્યું છે, જો કે યુએસ ડ્રોન સ્ટ્રાઇક બદલો લેવા માટે કરી હતી કે નહી તે અંગે કંઈ પણ સ્પષ્ટ નથી કર્યું પરંતુ તેમા માર્યા ગયેલા અલકાયદાના ટોપ કમાન્ડરનો ઉલ્લેખ કર્યો છે.

આ સમગ્ર મામલે પેન્ટાગોને વિતેલા દિવસને શુક્રવારે કહ્યું કે સીરિયામાં અમેરિકી ડ્રોન હુમલામાં અલ-કાયદાનો વરિષ્ઠ કમાન્ડર મોત ઘાટ ઉતર્યો છે. સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા મેજર જોન રિગ્સ્બીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમેરિકાના હવાઈ હુમલામાં આજે ઉત્તર-પશ્ચિમ સીરિયામાં અલ-કાયદાના વરિષ્ઠ નેતા અબ્દુલ હમીદ અલ-માતરનું મોત થયું છે.”

રિગ્સ્બીએ કહ્યું, “અમેરિકાના હવાઈ હુમલામાં આજે ઉત્તર-પશ્ચિમ સીરિયામાં અલ-કાયદાના વરિષ્ઠ નેતા અબ્દુલ હમીદ અલ-માતરનું મોત થયું છે. આ હુમલા માટે MQ-9 એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કોઈ પણ નાગરિકની જાન નથી ગઈ” નિવેદનપ્રમાણે , અલ-કાયદા એ યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સહયોગીઓ માટે સતત જોખમ બની રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે , “અલ-કાયદા પુનઃનિર્માણ, બાહ્ય સાથીઓ સાથે સંકલન કરવા અને બાહ્ય કામગીરીનું આયોજન કરવા માટે સીરિયાનો સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરે છે. અલ-કાયદા સીરિયાને સીરિયા, અને ઇરાક  તેનાથી આગળ સુધી પહોંચનારા જોખમ માટે એક આધાર તરીકે પણ  ઉપયોગ કરે છે.”નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા અલ કાયદા અને અન્ય આતંકવાદી સંગઠનોના સભ્યોને નિશાન બનાવવાનું ચાલુ રાખશે જે અમેરિકા માટે જોખમ સમાન છે.

Exit mobile version