Site icon Revoi.in

અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન કોરોના પોઝિટિવ – હળવા લક્ષણ જોવા મળ્યા, હાલ ક્વોરોન્ટાઈન હેઠળ

Social Share

 

દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી છે જો કે કેટલાક દેશઓ આજે પણ કોરોનાની સ્થિતિ વચ્ચે ઝઝુમી રહ્યા છે,ચીન જેવા દેશોમાં કોરોના વકર્યો છે તો અમેરિકા જેવા દેશઓમાં હાલ પણ કોરોનાના કેસ આવી રહ્યા છે આ શ્રેણીમાં હવે અમેરિકાના વિદેશમંત્રી એન્ટનિ હ્લિંકન કોરોના પોઝિટિવ આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.

જાણકારી મુજબ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન બુધવારે કોરોના સંક્રમિત મળી આવ્યા છે. હાલમાં તેમનામાં કોરોનાના હળવા લક્ષણ જોવા મળી રહ્યા છે. તે જ સમયે, તેઓ હાલ પોતાના નિવાસ સ્થાને ક્વોરોન્ટાઈન હેઠળ રહ્યા છે અને ત્યાંથી પોતાનું કામ કરી રહ્યા છે.

કોરોનાને લઈને બ્લિંકનની ઓફિસે એક નિવેદન બહાર પાડ્યું હતું કે તેમને રસીના બંને ડોઝ લીધા હતા પરંતુ તેઓ હળવા લક્ષણોનો અનુભવ કરી રહ્યા હતા. એ પણ જણાવ્યું કે બ્લિંકને ઘણા દિવસોથી રાષ્ટ્રપતિ બાઈડેન સાથે વ્યક્તિગત રીતે વાત કરી નથી.જેથી બાઈડનને સુરક્ષિત છે એમન કહી શકાય છે.

આ મામલે યુએસ સ્ટેટ સેક્રેટરી બ્લિંકને ડોકટરો, નર્સો અને તબીબી કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે લોકોને તેમના પ્રિયજનોની સુરક્ષા માટે સંપૂર્ણ રસીકરણનો આગ્રહ રાખવા પણ વિનંતી કરી. આ પહેલા અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ કોરોના સંક્રમિત થયા છે.ત્યારે હાલ ઘણા દેશોમાં કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે,

 

Exit mobile version