Site icon Revoi.in

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ભારત આવ્યા, આ સહીત અનેદ દેશના મંત્રીઓ G20 સમિટમાં ભાગ લેવા ભારત પહોંચ્યા

Social Share

દિલ્હીઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કહી રહ્યું છે જેને લઈને અનેક બેઠકોનો દોર શરુ થઈ ચૂક્યો છે જેમાં ભઆગલેવા વિદેશના અનેક નેતાઓ ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે હવે અમેરિકાના વિદેશમંત્રી પણ ભારત આવી ચૂક્યા છે.અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન બુધવારે સાંજે જી-20 વિદેશ મંત્રીઓની સમિટ અને રાયસિના ડાયલોગમાં ભાગ લેવા માટે અહીં પહોંચ્યા હતા

આ મા લે યુએસ એમ્બેસીએ એક ટ્વિટમાં કહ્યું હતું કે , “નમસ્તે બ્લિંકન  ભારતમાં પાછા આવવા પર તમારું સ્વાગત છે. બ્લિકન “ભારતમાં G20 વિદેશ મંત્રીઓની બેઠક, રાયસિના ડાયલોગ 2023માં હાજરી આપશે, દ્વિપક્ષીય બેઠકો કરશે અને દૂતાવાસ સમુદાયને મળશે. તેમણે કહ્યું કે તેઓ અમેરિકા-ભારતને સાથે લઈને ફળદાયી યાત્રાની રાહ જોઈ રહ્યા છે. શ્રી બ્લિંકન મધ્ય એશિયાના પ્રવાસ બાદ અહીં પહોંચ્યા હતા.

આ  સહીત જો  અન્ય દેશઓના મંત્રીઓની વાત કરવામાં આવે તો ચીનના વિદેશ મંત્રી કિન ગેંગ, ઇન્ડોનેશિયાના વિદેશ મંત્રી રેત્નો મારસુદી, સાઉદી અરેબિયાના વિદેશ પ્રધાન પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અને WTOના મહાનિર્દેશક ન્ગોઝી ઓકોન્જો-ઇવેલા G20 વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા નવી દિલ્હી પહોંચ્યા છે. ઇન્ડોનેશિયા અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીઓ પણ આજથી શરૂ થનારી રાયસીના ડાયલોગમાં ભાગ લેશે.

Exit mobile version