Site icon Revoi.in

જોબાઈડન વહિવટમાં વધુ એક મૂળ ભારતીયનો સમાવેશ, યુએસ સેનેટે ગીતા ગુપ્તાને ‘એમ્બેસેડર એટ લાર્જ’ તરીકે નિયુક્ત કર્યા

Social Share

દિલ્હીઃ- મૂળ ભારતીયોએ વિદેશમાં ડંકો વંગાડ્યો છએ અનેક દેશોમાં અનેક પદો પર મૂળ ભારતીયો હવે ફરજ બજાવતા જોવા મળી રહ્યા છે જો ખાસ કરીને વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાની વાત કરવામાં આવે તો આ દેશમાં જોબાઈડેન વહિવટ તંત્રમાં અનેક મૂળ ભારતીયો સેવા આપી રહ્યા છે ત્યારે હવે બાઈડેનની ટીમમાં વધુ એક મૂળભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો છે.

.યુએસ સેનેટે ભારતીય-અમેરિકન એવા ગીતા રાવ ગુપ્તાની વિદેશ વિભાગમાં મહિલાઓ સાથે સંબંધિત વૈશ્વિક મુદ્દાઓ માટે ‘એમ્બેસેડર એટ લાર્જ’ તરીકે નિમણૂકની પુષ્ટિ કરી છે.મંત્રાલયે શુક્રવારે ટ્વિટ કર્યું હતું કે યુએસ વિદેશ નીતિ દ્વારા મહિલાઓ અને છોકરીઓના અધિકારોને પ્રોત્સાહન આપવા માટે ગુપ્તાના પ્રયાસોથી તે ખૂબ પ્રભાવિત છે. આ સપ્તાહની શરૂઆતમાં યુએસ સેનેટમાં 51-47 મત દ્વારા ગીતા રાવ ગુપ્તાના નામાંકનની પુષ્ટિ કરવામાં આવી હતી.

ગુપ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે લિંગ સમાનતા અને મહિલાઓ માટે આર્થિક સુરક્ષાને પ્રોત્સાહન આપતા નેતા તરીકે ઓળખવામાં આવે છે અને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેમની નિમણૂકને આવકારી છે.ગુપ્તાએ સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની વિવિધ એજન્સીઓ અને કાર્યક્રમો સાથે નજીકથી કામ કર્યું છે. તેણીએ યુએન ફાઉન્ડેશનના 3D પ્રોગ્રામ ફોર ગર્લ્સ એન્ડ વુમનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે.

ગીતા રાવ ગુપ્તાના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં ઘણી અસમાનતાઓ અને કલંક છે જેનો મહિલાઓ સામનો કરે છે અને આ તેમને અર્થતંત્રમાં સંપૂર્ણ રીતે ભાગ લેતા અટકાવે છે.રાષ્ટ્રપતિ જો બિડેને આ ભૂમિકા માટે ગુપ્તાને નામાંકિત કર્યા અને આ સપ્તાહની શરૂઆતમાં તેને 51 થી 47 મતથી જીતી લીધા.