Site icon Revoi.in

ચીને વધતા તણાવ વચ્ચે અમેરિકાની ચીજવસ્તુઓ પર આયાત શુલ્કમાં કર્યો વધારો

Social Share

બીજિંગ: ચીને શનિવારે અબજો ડોલરના મૂલ્યના અમેરિકન સામાન પર આયાત શુલ્કમાં વધારો કર્યો છે. અમેરિકા દ્વારા ચીનની કંપનીઓને અવિશ્વસનીય વિદેશી કંપનીઓની કાળી યાદીમાં નાખવાની તૈયારી વચ્ચે આ નિર્ણય કર્યો છે.

વિશ્લેષકોનું માનવું છે કે ચીન પોતાની દિગ્ગજ તકનીકી કંપની હુવાવેને આપૂર્તિમાં ઘટાડો કરનારી અમેરિકા અને અન્ય વિદેશ કંપનીઓને દંડિત કરવાના લક્ષ્યની સાથે કાળી યાદી બનાવી રહ્યું છે.

બીજિંગે 60 અબજ ડોલર મૂલ્યના અમેરિકન ઉત્પાદનો પર નવો દંડાત્મક શુલ્ક લગાવ્યો છે, જે પાંચથી 25 ટકા વચ્ચે છે. આ પગલું અમેરિકામાં ચીનના 200 અબજ ડોલરના માલસામાન પર 25 ટકાના દંડાત્મક શુલ્કના જવાબમાં ઉઠાવવામાં આવ્યું છે.

મહત્વપૂર્ણ છે કે અમેરિકા અને ચીન વચ્ચે ગત મહીને વ્યાપારલક્ષી વાટાઘાટો નિષ્ફળ રહ્યા હાબદ બંને દેશોના વ્યાપારીક સંબંધોમાં ફરીથી તણાવ વધી ગયો છે.