Site icon Revoi.in

ઓઈલી સ્કિનથી છૂટકારો સહીત ત્વચા પર ગ્લો લાવે છે કોફી, દૂધ અને હરદળમાંથી બનતા સ્ક્રબ

Social Share

ઉનાળામાં આપણી સ્કિન ધૂળ અને પ્રદૂષણને કારણે ઓઈલી બને છએ જેના કારણે ત્વચા પર ઘણી બધી ટેન જમા થઈ જાય છે.ત્વચા પર જામેલી ગંદકીને કારણે છિદ્રો ભરાઈ જાય છે.જેના કારણે વ્યક્તિને પિમ્પલ્સ અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં ત્વચાને નિયમિત રીતે સ્ક્રબ કરવી ખૂબ જ જરૂરી છે.

સ્ક્રબ તમારી ત્વચા અને છિદ્રોને સાફ કરવામાં મદદ કરે છે.ત્વચા માટે કેમિકલયુક્ત સ્ક્રબનો ઉપયોગ કરવાને બદલે તમે ઘરે બનાવેલા સ્ક્રબનો પણ ઉપયોગ કરી શકો છો.જે તમારી ત્વચા પર નિખાર લાગે છે અને ડસ્ટને દૂર કરવામાં મદદ કરે છે.

રીત એક સૌ પ્રથમ  એક લ્પેટમાં 4 ચમચી દૂધ લો.તેમાં અડધી ચમચી ચોખાનો લોટ મિક્સ કરો.આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને ત્વચાને સ્ક્રબ કરો.આનાથી ત્વચા પર થોડો સમય મસાજ કરો.આ સ્ક્રબ ત્વચામાંથી મૃત કોષોને દૂર કરે છે.તે છિદ્રોની ગંદકીને સાફ કરે છે.તે ત્વચાની શુષ્કતા દૂર કરે છે.

રીત બીજી સૌ પ્તરથમ મે કાચા દૂધમાં ઓટ્સ મિક્સ કરીને પણ સ્ક્રબ બનાવી શકો છો.આ સ્ક્રબ ત્વચાને સાફ કરે છે. આના ઉપયોગથી ત્વચા ચમકદાર દેખાય છે.આ માટે એક બાઉલમાં 1 ચમચી કાચું દૂધ લો. તેમાં 1 ચમચી ઓટ્સ ઉમેરો.આ બંને વસ્તુઓને મિક્સ કરીને થોડીવાર ત્વચા પર મસાજ કરો. થોડીવાર માટે તેને ત્વચા પર રહેવા દો.આ પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો.ત

રીત ત્રીજી સૌ પ્રથમ તમે 1 ચમચ ીકોફી લો તેમાં 1 ચમચી હરદળ અને 1 મચમી મધ મિક્સ કરીવે સ્ક્રબ બનાવી દો ત્યાર બાદ ત્વચા પર અપ્લાય કરીને 10 મિનિટ સમાજ કરો આમ કરવાથી ડાર્ક સ્કિન પર ગ્લો આવે છએ અને સ્કિન તાજગી ભરી પણ બને છે.