Site icon Revoi.in

બાળકો વાત ન માને તો આ ટ્રીક અપનાવી જુઓ

Social Share

બાળકો જ્યારે નાના હોય ત્યારે જીદ્દી અને નાસમજ હોય, આવામાં માતા પિતા તેમના પર ક્યારેક ગુસ્સો કરતા હોય છે અથવા ક્યારેક તેમની સાથે મોટા અવાજમાં પણ વાત કરતા હોય છે જેના કારણે બાળકો વધારે જીદ્દી બની જતા હોય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો આ ટ્રીકને અપનાવી જુઓ

તમારા બાળક સાથે ક્યારેય મોટેથી વાત ન કરો. જો તે કોઈ વાત પર ગુસ્સે છે તો તેના ગુસ્સાને પહેલા શાંત થવા દો. પછી પ્રેમથી પૂછો.તેનાથી તેઓ ગુસ્સે નહીં થાય.આ ઉપરાંત બાળકને શીખવો કે તેણે શા માટે શિષ્ટાચારનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે કૃપા કરીને આભાર, તમારું સ્વાગત છે. આ શબ્દો જાતે વાપરો ધ્યાનમાં રાખો, તમે જે પણ કહો છો તે બાળકો મિત્રો સાથે શીખે છે અને કહે છે.

તમારા બાળકને બતાવો કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો. પછી જુઓ કે તેઓ પોતે કેવી રીતે આવશે અને તેમની લાગણીઓ, મનની વાત તમારી સાથે શેયર કરશે. આનાથી તેમનું મનોબળ પણ વધશે કે જ્યારે પણ તેઓ મુશ્કેલીમાં હોય ત્યારે તમે હંમેશા તેમના માટે હાજર રહેશો.

બાળકોને જે તે શબ્દો પણ ન બોલવા જોઈએ કારણ કે ખોટા શબ્દોનો ઉપયોગ કરવાથી બાળકોને ફક્ત તમારાથી દૂર જ નથી રહેતું, પરંતુ તેઓ પોતાના માટે એક ‘નેગેટિવ માઈન્ડસેટ’ વિકસાવે છે. સકારાત્મક શબ્દો બાળકોને આત્મવિશ્વાસ, ખુશ અને સારી રીતે વર્તવામાં મદદ કરે છે.

Exit mobile version