Site icon Revoi.in

પૂજા-આરતીમાં ભગવાનને અર્પણ કરવા માટે આ ફૂલનો કરો ઉપયોગ,ભગવાનને ખુબ છે પસંદ

Social Share

જે મહાન જાણકારો અને વિદ્વાન છે તે લોકો કહે છે કે હિંદુ એ ધર્મ નથી પણ એ એક સંસ્કૃતિ છે. અને હિંદુ એ સંસ્કૃતિ એટલે છે કારણ કે અહિંયા દરેક લોકોની ભગવાનની પૂજા આરતી કરવાની રીત અલગ છે તો પણ છેલ્લે તે પોતાને હિંદુ કહે છે અને ભગવાનની અલગ અલગ મૂર્તિની પૂજા કરે છે. હવે જો વાત કરવામાં આવે ભગવાનને ફૂલ અર્ણપ કરવા વિશે તો દેશના તથા વિશ્વના દરેક ખુણે ભગવાનને ફૂલ અર્પણ કરવામાં આવે છે અને આ પાછળ પણ એક વિશેષ કારણ છે.

ધાર્મિક સંત અને સાધુ લોકોના કહેવા પ્રમાણે પૂજા દરમિયાન, દેવતાઓના પ્રિય ફૂલો તેમને અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે. ફૂલોની સુગંધથી ઘરમાં સુગંધ આવે છે. આ હકારાત્મકતાનો સંચાર કરે છે. તે મન પર પણ શાંત અસર કરે છે.

એવું માનવામાં આવે છે કે કમળનું ફૂલ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. લક્ષ્મી પૂજન કે દિવાળી દરમિયાન આ ફૂલોનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. સમૃદ્ધિ અને ધનની દેવીને પ્રસન્ન કરવા માટે તમારા ઘરના મંદિરમાં કમળના બીજની માળા રાખો. કાળકા દેવીને લાલ જાસુદનું ફૂલ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કાળકા દેવીને પ્રસન્ન કરવા માટે લાલ જાસુદના ફૂલ ચઢાવો.

એવું માનવામાં આવે છે કે આ ફૂલ ભગવાન શિવને પ્રિય છે. આ ફૂલનો ઉપયોગ ભગવાન શિવની પૂજા માટે કરવામાં આવે છે. દેવી દુર્ગાને લાલ કરેણ ફૂલ અર્પણ કરી શકો છો. આ ફૂલો દેવી દુર્ગાને ખૂબ જ પ્રિય છે. પારિજાતના ફૂલો ખૂબ જ સુંદર છે. આ ફૂલો ખૂબ સુગંધિત છે. આ ફૂલો રાત્રે ખીલે છે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તમે આ ફૂલ ચઢાવી શકો છો. એવું માનવામાં આવે છે કે આ ફૂલ સમુદ્ર મંથન દરમિયાન બહાર આવ્યું હતું. તેઓ દવા તરીકે પણ કામ કરે છે.