Site icon Revoi.in

ભોજન બનાવામાં માટીના વાસણો નો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને સીધી રીતે કરે છે ફાયદો, જાણો કંઈ રીતે

Social Share

આજકાલ ફરી 221મી સદીમાં લોકો પ્રાચીન સમય અને પ્રચાની રિત રિવાજો તરફ વળી રહ્યા છે, ખાસ કરીને વાત કરીએ તો માટીના વાસણની લોકો દંહી જમાવાથઈ લઈને ભોજનમાં પણ માટીના વાસણઓનો ઉપયોગ કરી રહ્યા છે આ વાસણમાં ભોજન બવાનાના ઘણા ફાયદાઓ થાય છે.

પહેલાના જમાનામાં લોકો માટીના વાસણમાં જ જમવાનું બનાવતા હતા. ત્યારે લોકોનું આરોગ્ય સ્વસ્થ રહેતું અને ભોજન પણ સ્વાદિષ્ટ બનતું હતું. તો અત્યારે પણ લોકોએ જાણવું જોઈએ કે માટીના વાસણમાં જમવાથી શું ફાયદા થાય છે અને કેવી રીતે તે આરોગ્ય માટે પણ ફાયદાકારક રહે છે. એલ્યુમિનિયમ, પિત્તળના વાસણોનો ઉપયોગ રસોઈ માટે કરવામાં આવે છે અને ખોરાકનું મોટાભાગનું પોષણ તેમાં સમાપ્ત થાય છે, પણ માટીના વાસણોનો ઉપયોગ કરીએ, તો ખોરાકનું મોટાભાગનું પોષણ તેમાં રહે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

એલ્યુમિનિયમ, લોખંડના વાસણોમાં બનેલું રસોઈ ઓવર કૂક થઇ જાય છે. તો પચવામાં સરળ છે પરંતુ સ્વાદ અને પોષણમાં શૂન્ય બની જાય છે. પરંતુ ભોજન માટીના વાસણમાં ધીમી આંચ પર યોગ્ય રીતે રંધાય છે.

માટીના વાસણમાં ખોરાક રાંધવાનો ફાયદો તે પણ છે કે તેમાં ભોજન લાંબો સમય સુધી ગરમ રહે છે. સ્ટીલ અથવા પિત્તળના વાસણમાં ભોજનને ગરમ કરીને ખાવાથી સ્વાસ્થ્યને મોટુ નુક્સાન થઈ શકે છે. તેલ અને મસાલાનો ઓછો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

જો કે આજે પણ કેટલાક ગામડાઓમાં માટીના વાસણમાં ભોજન બનાવતા લોકો જોવા મળે છે અને ત્યાં લોકોના સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે. અને કોઈ બીમારીનો પણ સામનો કરવો પડતો નથી.